Vartman Pravah
Breaking Newsગુજરાતપારડીવલસાડ

સ્‍વ.વકીલ નિલેશભાઈની યાદમાં પારડી બાર એસોસિએશન દ્વારા ક્રિકેટ મેચનું કરાયેલું આયોજન

ઈનામની 25 હજારની રકમ પરિવારજનોને સુપરત કરાઈ: વલસાડ અને પારડી વચ્‍ચેના ફાઈનલમુકાબલામાં પારડીની ટિમ વિજેતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.21
પારડી બાર એસોસિએશન દ્વારા આજરોજ સ્‍વ.વકીલ નિલેશભાઈ ગમનભાઈ પટેલની યાદમાં પારડી રેલવે સ્‍ટેશન ખાતે સિયા પિયા રેસીડેન્‍સીના ગ્રાઉન્‍ડમાં એક ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વલસાડ જિલ્લાની ટીમોએ ભાગ લીધો હતો. ફાઈનલમાં વલસાડ અને પારડી ટીમ વચ્‍ચે રોમાંચક મેચ યોજાયા બાદ પારડીની ટીમનો ભવ્‍ય વિજય થયો હતો. અહીં યોજાયેલા આ કાર્યક્રમનું આયોજન વકીલ મંડળ પારડીના પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ, પ્રમુખ શ્રી હિતેશભાઈ પટેલ, શ્રી હિતેશભાઈ પટેલ, શ્રી અશ્વિનભાઈ દેસાઈ, શ્રી ભાર્ગવભાઈ પંડ્‍યા, શ્રી રોનકભાઈ રાણા, શ્રી માંગીલાલ પુરોહિત, શ્રી જીગ્નેશ મપારા, શ્રી નિરવભાઈ દેસાઈ સાથે વકીલ મિત્રો દ્વારા કરવામાં આવ્‍યું હતું. જે ટૂનામેન્‍ટમાં વલસાડ વકીલ મંડળની જુદી-જુદી ટીમોએ ભાગ લીધો હતો. દિવસ દરમિયાન વકીલો વચ્‍ચે રોમાંચક ક્રિકેટ મૅચ યોજાઈ હતી. આ રોમાંચક ક્રિકેટ વચ્‍ચે રસાકસીનો માહોલ સર્જાયો હતો. અંતમાં વલસાડ અને પારડી બાર એસોસિએશનની ટીમ ફાઈનલમાં સામસામે આવી હતી. રોમાંચકારી મુકાબલો થયા બાદ પારડી બાર એસોસિએશનની ટીમ વિજેતા બની હતી. મેન ઓફ ધ સીરીઝ રોનક રાણાને આપવામાં આવી હતી. બેસ્‍ટ બોલર અનેબેસ્‍ટ ફિલ્‍ડર ભાર્ગવ પંડ્‍યાને આપવામાં આવ્‍યો હતો. ફાઈનલ વિજેતા ટ્રોફી પારડી બાર એસોસિએશન ટીમના કેપ્‍ટન પ્રણવભાઈ દેસાઈને આપવામાં આવી હતી આ પ્રસંગે ડિસ્‍ટ્રીક જર્જ પટેલ પારડી કોર્ટના જર્જ શુક્‍લા ઠક્કર સ્‍વ.વકીલ નિલેશભાઈના પરિવારજનો અને સિયા પિયા રેસીડેન્‍સીના મોહનભાઈ એમના ભાગીદારો સિનિયર વકીલ દિનેશભાઈ શાહ, ધમીનભાઈ શાહ, અરવિંદભાઈ, પ્રકાશભાઈ દેસાઈ, પ્રશાંત દેસાઈ, મહેશભાઈ ભટ્ટ, મુકેશભાઈ જોરાવર, સાથે મોટી સંખ્‍યામાં વકીલ મિત્રો હાજર રહ્યા હતા એને ક્રિકેટ ટૂર્નામેન્‍ટને સફળ બનાવી હતી. તમામ વકીલોને સિક્‍સર મારવા માટે રૂપિયા 25000 નું ઈનામ આપવામાં આવ્‍યું હતું. જે ઈનામ સ્‍વ.નિલેશભાઈના પરિવારજનોને સહાય રૂપે વકીલ મંડળ દ્વારા આપી દેવામાં આવ્‍યું હતું જે ખુબ જ સરાહનીય બાબત છે.

Related posts

ખાનવેલ સબ જિલ્લા હોસ્‍પિટલ ખાતે ‘વર્લ્‍ડ બ્રેસ્‍ટ વીક’નો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી કે.બી.એસ. કોલેજ એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ યુનિ. સ્‍તરે ઝળક્‍યા : હવે રાજ્‍ય કક્ષાએ ભાગ લેશે

vartmanpravah

વાપીના ઉદ્યોગપતિની પ્રથમ પર્યાવરણ લક્ષી પહેલ: આર્યન પેકેજીંગ ઈન્‍ડસ્‍ટ્રીઝના માલિક સુનિલભાઈ શાહે કંપનીની આસપાસ 20000 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું

vartmanpravah

રાજ્‍યના શિક્ષણ વિભાગની જ્ઞાન સેતુ, જ્ઞાન શક્‍તિ સહિતની શાળાઓમાં ધો.6માં પ્રવેશ માટે પરીક્ષા યોજાઈ

vartmanpravah

રોટરી રેન્‍જર વલસાડ દ્વારા આઇકોનિક ટીચર એવોર્ડ સમારોહ યોજાયો

vartmanpravah

આજે દપાડા પ્રાથમિક કેન્‍દ્ર શાળા ખાતે ‘પ્રશાસન આપના દ્વાર’ કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment