July 28, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહમાં સરકારી અને ખાનગી કોલેજના અનુસૂચિત જાતિ – અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને સ્‍કોલરશીપ નહીં મળતા કલેક્‍ટરને રજૂઆત : જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભાએ વહેલામાં વહેલી તકે સ્‍કોલરશીપ મળે એવી વ્‍યવસ્‍થા કરવા આપેલું આશ્વાસન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15 : દાદરા નગર હવેલીમાં સરકારી અને ખાનગી કોલેજોમાં અભ્‍યાસ કરતા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને વર્ષ 2020-21ની સ્‍કોલરશીપ નહીં મળતા કલેક્‍ટરને રજૂઆત કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીની સરકારી અને ખાનગી કોલેજોમાં અભ્‍યાસ કરતા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને છેલ્લા બે વર્ષ 2020-21 થી લઈ વર્ષ 2023 સુધીની સ્‍કોલરશીપ મળી નથી.
વિદ્યાર્થીઓના જણાવ્‍યા મુજબ અમોએ વારંવારશિક્ષણ વિભાગના અધિકારીઓને મળી રજૂઆત કરી હતી પરંતુ તેઓ દ્વારા ‘થોડા દિવસોમાં મળી જશે’. એવા જ વાયદા કરતા રહે છે. વિદ્યાર્થીઓએ જણાવી રહ્યા છે કે, અમે સામાન્‍ય પરિવારમાંથી આવીએ છીએ, અમારા માતા-પિતા કોલેજની ફી ભરવા સક્ષમ નથી. અમારૂં શિક્ષણ ન બગડે એના માટે એક-બે વર્ષની જેમ તેમ કરી ફી ભરી છે, તેથી અમે સરકાર દ્વારા મળતી સ્‍કોલરશીપની આશાએ અમારા ભવિષ્‍યનું ભણતર ભણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જો અમને સ્‍કોલરશીપ નહીં મળશે તો અમે અમારો શિક્ષણ ખર્ચ ઉઠાવવા અસમર્થ છીએ અને અમારૂં ભવિષ્‍ય અંધકારમય બનવાની સંભાવના છે. આ સંદર્ભે અમે કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાને રજૂઆત કરી હતી કે, અમને વહેલી તકે સ્‍કોલરશીપ મળે. આ બાબતે કલેક્‍ટરશ્રીએ અમને આશ્વાશન આપ્‍યું હતું કે, તમારા મુદ્દાને ધ્‍યાનમાં લઈને જેમ બને તેમ વહેલી તકે સ્‍કોલરશીપ પ્રદાન કરવાના પ્રયાસ કરવામાં આવશે.

Related posts

પારડી માનવ આરોગ્‍ય સેવા કેન્‍દ્ર સંચાલિત બ્‍લડ બેન્‍ક દ્વારા રક્‍તદાન જાગૃતિ અભિયાન લઈ નિકળેલ રક્‍તક્રાંતિ સાયકલ મેન જયદેબ રાઉતનું સ્‍વાગત અને સન્‍માન

vartmanpravah

માર્ચ એન્‍ડીંગ પહેલાં વાપી નગરપાલિકા વેરા વસુલાત માટે મેદાનો : 8 દુકાન અને 2 એકમના નળ જોડાણ કાપી સીલ

vartmanpravah

દિવાળીના તહેવારને ધ્‍યાનમાં રાખી મીઠાઈઓની દુકાનોમાંથી લેવામાં આવેલ સેમ્‍પલોના રિપોર્ટને વહેલી તકે સાર્વજનિક કરવા માટે શિવસેના પ્રમુખ શ્વેતલ ભટ્ટની આરોગ્‍ય સચિવને રજૂઆત

vartmanpravah

દાનહ વન અને ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લાના ખેડૂતોને જૈવિક ખેતી અંગે અપાયેલું માર્ગદર્શન: ખેડૂતો રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડીને જૈવિક ખેતી તરફ વળે એ રહેલો મુખ્‍ય ઉદ્દેશ

vartmanpravah

ગાંધી જયંતિ નિમિત્તે વલસાડ જિલ્લાની 101 ગ્રામ પંચાયત ટીબી મુક્‍ત પંચાયત તરીકે જાહેર કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ આરોગ્‍ય વિભાગ દ્વારા સેલવાસ ખાતે ઝૂનોટિક રોગો અંગે તબીબી અધિકારીઓ માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમ શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment