(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16: ઝૂનોટિક રોગો અથવા ઝૂનોસિસ એ ચેપનુ એકજૂથ છે જે પ્રાણીઓથી લોકોમાં ફેલાય છે. માનવીઓ, પશુધન અને પર્યાવરણ એક સાથે ઘણા ઝૂનોટિક રોગોના ઉદ્ભવ અને પ્રસારણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મોટાભાગના ચેપી રોગો જે મનુષ્યને અસર કરે છે તે પ્રાણીઓમાંથી ઉદ્ભવે છે. જેના નિવારણ, વ્યવસ્થાપન અને નિયંત્રણ માટે સેન્ટીનેલ સર્વેલન્સ સેન્ટર ફોર ઝૂનોટિક ડિસીઝ, ડિપાર્ટમેન્ટ ઓફ માઇક્રોબાયોલોજી, નમો ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ – સેલવાસ દ્વારા નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ દ્વારા સપોર્ટેડનેશનલ વન હેલ્થ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ ઝૂનોસિસનવી દિલ્હીના સહયોગથી સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમમાં તબીબી અધિકારીઓ અને નિષ્ણાતો માટે એક દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રદેશમાં કાર્યરત તબીબી અધિકારીઓ અને તજજ્ઞોને રોગો અને તેના યોગ્ય સંચાલન અંગે માર્ગદર્શન આપવાનો હતો. આ તાલીમ કાર્યક્રમમાં લેપ્ટોસ્પાયરોસીસ, બ્રુસેલોસીસ અને સ્ક્રબ ટાયફસ જેવા રોગો અંગે તાલીમ આપવામાં આવી હતી. જેમાં આ રોગોના કારણો, લક્ષણો, નિવારક પરીક્ષણો, વ્યવસ્થાપન અને તેના ફેલાવાને રોકવા માટેની રીતો વિશે માહિતી આપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ,નવી દિલ્હી દ્વારા પ્રદેશમાં નમો ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, સેલવાસમાં રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર નવી દીલ્હી દ્વારા સેન્ટિનલ સર્વિલાસ સેન્ટર ફોર ઝૂનોટિક ડિસીઝ બનાવવામાં આવ્યું છે. જેમાં આ રોગોના પરીક્ષણની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ કાર્યક્રમમાં સંઘપ્રદેશના 40થી વધુ તબીબોએ ભાગ લીધો હતો.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2024/06/Zoonoses-960x540.jpg)