Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

સેલવાસમાં રેલવે ટિકિટબારી ઉપર ટાઉટોનો કબ્‍જોઃ સુરક્ષાગાર્ડનો પણ અભાવ

તંત્ર દ્વારા લેભાગૂ વચેટિયા ટાઉટોનો તાત્‍કાલિક સફાયો કરી મુસાફરોને પડતી હાલાકીથી ઉગારવામાં આવે જરૂરી છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16: સેલવાસ ખાતેની રેલવેની ટિકિટ માટેની બારી ઉપરવિવિધ સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. અહીં રેલવેની ટિકિટ બારી ઉપર ટાઉટોનો પણ કબ્‍જો જોવા મળી રહ્યો છે. હાલમાં અહીં સુરક્ષા ગાર્ડ પણ જોવા મળતા નથી, ટિકિટ બારી પર સવારે 8:00 વાગ્‍યાથી બપોરે 12:00 વાગ્‍યા સુધી તત્‍કાલ ટિકિટ માટે આવતા મુસાફરો વચ્‍ચે ઘર્ષણ પણ થતું જોવા મળે છે. હાલમાં શાળામાં વેકેશન ચાલી રહ્યું છે જેથી ઉત્તર અને પૂર્વ તથા દક્ષિણ ભારતના રાજ્‍યો સહિતના લોકોનો પોતાના વતન જવા માટે ટિકિટ લેવા માટેનો ભારે ધસારો જોવા મળે છે અને કેટલાક લોકો તો ટિકિટબારી પાસે વહેલી રાત્રિથી જ ભેગા થઈ જાય છે. સવારે 10:00 વાગ્‍યાથી 11:00 વાગ્‍યે જ્‍યારે તત્‍કાલ ટિકિટ રજૂ કરવામાં આવે તે સમયે ટિકિટવાંચ્‍છુ મુસાફરો ટિકિટ મેળવે તે પહેલાં ટાઉટો જ ટિકિટ લઈને નીકળી જાય છે, જેના કારણે ટિકિટબારી પાસે ઘર્ષણનો માહોલ જોવા મળે છે અને ક્‍યારેક પરિસ્‍થિતિ વધુ ગંભીર બની જાય છે.
અત્રે યાદ રહે કે, દાનહના સેલવાસ ખાતેની રેલવે ટિકિટ બુકિંગ બારી પરથી અંદાજીત 6 લાખથી વધુની કમાણી થઈ રહી છે. છતાંપણ અહીં પીવાનું પાણી, શૌચાલય, ટિકિટ કાર્યાલયમાં વેઇટિંગ રૂમની પણ સુવિધા નથી. જેના કારણે મહિલાઓને ઘણી તકલીફનો સામનો કરવા પડી રહ્યો છે. અગાઉ ઓ.આઈ.ડી.સી. દ્વારા રેલવે રિઝર્વેશન સેન્‍ટરમાટે ઓફિસ સહીત બિલ્‍ડિંગમાં કોમ્‍પ્‍યુટર ઇન્‍ટરનેટની સુવિધાઓ ઉપલબ્‍ધ હતી. પરંતુ હાલમાં ઓ.આઈ.ડી.સી.એ છોડી દેતા રેલવે તરફથી ત્રણ બુકીંગ કલાર્કની નિમણૂક કરવામાં આવેલ છે. છતાં પણ ટાઉટોની ભારે જમાવટ અને દાદાગીરીના કારણે જે મુસાફરો તત્‍કાલ ટિકિટ લેવા માટે આવે છે તેઓને સમય પર ટિકિટ મળતી નથી અને મુસાફરોએ ટાઉટો પાસેથી ટિકિટના થતા કુલ રૂા.થી વધુ પૈસા આપીને મોંઘી ટિકિટ લેવી પડે છે. તેથી અહીં તંત્ર દ્વારા લેભાગૂ વચેટિયા ટાઉટોનો તાત્‍કાલિક સફાયો કરવામાં આવે અને મુસાફરોને પડતી હાલાકીથી ઉગારવામાં આવે જરૂરી છે.

Related posts

ઉમરગામની સગીરા સાથે દુષ્‍કર્મ આચરનાર આરોપીના વલસાડ પોસ્‍કો કોર્ટે જામીન ફગાવ્‍યા

vartmanpravah

વાપીના પ્રસિધ્‍ધ અંબામાતા મંદિરમાં મહિલા ભજન મંડળની 17 મંડળીઓ વચ્‍ચે ભજન કોમ્‍પિટીશન યોજાઈ

vartmanpravah

દાદરાની એક કંપનીમાં લેબર કોન્‍ટ્રાક્‍ટર ફાસો ખાઈ આત્‍મહત્‍યા કરી

vartmanpravah

સરીગામમાં આદિવાસીના ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની અનાવરણની ચાલતી તડામાર તૈયારી

vartmanpravah

દાનહના કિલવણી ગામે વરસાદી માહોલને કારણે રસ્‍તાની હાલત બદતર

vartmanpravah

વાપીની શ્રી એલ.જી. હરીયા મલ્‍ટીપર્પઝ સ્‍કૂલમાં વિદ્યાર્થીઓ માટે વેક્‍સિનેશન કેમ્‍પ યોજાયો

vartmanpravah

Leave a Comment