January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી-ટુકવાડા હાઈવે ઉપર ઘરફોડ ચોરીના ત્રણ રીઢા ગુનેગાર ઝડપાયા : રોકડ, દાગીના, બાઈક મળી રૂા.4.18 લાખનો મુદ્દામાલ કબજે

મહારાષ્‍ટ્રના સાજીદ શેખ,સાવેઝ અનવર ખાન, કાસિફ અનવર ખાનને દબોચી લેવાયા : વાપી-પારડીની 6 ઘરફોડ ચોરીની કબુલાત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વાપી એલ.સી.બી. પોલીસે ગતરોજ હાઈવે ટુકવાડા પાસેથી વાપી-પારડી અને મહારાષ્‍ટ્રમાં વિવિધ સ્‍થળોએ ઘરફોડ ચોરી કરતા ત્રણ ચોરોને દબોચી લીધા હતા. વાપી-પારડી અને મહારાષ્‍ટ્રના ઘરફોડ ચોરીના 11 જેટલા ગુના ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી. ચોર ત્રિપુટી પાસેથી પોલીસે રૂા.4.18 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
એલ.સી.બી.એ. પેટ્રોલીંગ દરમિયાન ટુકવાડા હાઈવે ઉપર ઉભેલા શંકાસ્‍પદ ત્રણ ઈસમોની પૂછપરછ કરી હતી. મૂળ મહારાષ્‍ટ્રના માજીદ અકબર ગફુરશેખ, સાવેઝ દુલારે અનવર ખાન અને કાસિફ દુલારે અનવર ખાન નામના ઈસમોની અંગઝડતી કરવામાં આવતા તેમની પાસેથી રૂા.1,45,310 ના સોનાના ઘરેણા રૂા.1.88 લાખ રોકડા, મોબાઈલ, કાંડા ઘડીયાળ અને બાઈક મળી કુલ રૂા.4,18,059 લાખનો પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્રણેય ઘરફોડ ચોર ત્રિપુટી વાપીમાં બે અને પારડીમાં ચાર તથા મહારાષ્‍ટ્રના વિવિધ પોલીસ સ્‍ટેશનના મળી કુલ 17 જેટલી ચોરીના ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી. એલ.સી.બી.એ આરોપીઓને પારડી પોલીસને સુપર કર્યા હતા.

Related posts

દીવ જિલ્લા પ્રશાસને માછીમારોને દરીયો ખેડવા આપેલી પરવાનગીઃ માછીમારોની નવી સિઝનનો આરંભ

vartmanpravah

vartmanpravah

વાપી-વલસાડ સહિત જિલ્લામાં મધરાતે ગાજવીજ કડાકા સાથે તોફાની વરસાદ પડયો

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે જિલ્લા કક્ષાનો નેશનલ સાયન્સ સેમિનાર- 2024 યોજાયો

vartmanpravah

ચીખલી કોલેજ સર્કલ નહેર પાસે વિનલ પટેલની હત્‍યામાં ઝડપાયેલ ત્રણેય આરોપીના 11 દિવસના રિમાન્‍ડ

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર અનસૂયા જ્‍હાના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી

vartmanpravah

Leave a Comment