Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

મોદી સરકારના 9 વર્ષના કાર્યકાળના ઉપલક્ષમાં દાનહમાં જિલ્લા પંચાયતના તમામ સભ્‍યો એક ટીમ બની મોદી સરકારની લોક કલ્‍યાણકારી કામગીરીની જાણકારી જનજન સુધી પહોંચાડશે

પ્રદેશ સંગઠન મહામંત્રી વિવેક દાઢકરના નેતૃત્‍વમાં યોજાયેલી ભાજપ પ્રદેશ કાર્યકારિણીની બેઠકઃ દાનહ જિ.પં.ના નવનિયુક્‍ત પ્રમુખ અનેઉપપ્રમુખનું કરાયેલું સન્‍માન

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19: દાદરા નગર હવેલી અને દમણ દીવ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલના દિશાનિર્દેશ અનુસાર સેલવાસ અટલ ભવન ખાતે પ્રદેશ પદાધિકારી અને પ્રદેશ કાર્યકારિણી સભ્‍ય અને ચૂંટાયેલ જનપ્રતિનિધિની ઉપસ્‍થિતિમાં દરેક જિલ્લાની કાર્યકારિણીની બેઠકનું આયોજન સંગઠન મહામંત્રીશ્રી વિવેક દાઢકરની અધ્‍યક્ષતામાં આયોજીત કરવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાટય કરી કરવામાં આવી હતી. આ બેઠકમાં દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના નવ નિર્વાચિત પ્રમુખ શ્રી દામજીભાઈ કુરાડા અને ઉપપ્રમુખ શ્રીમતી વંદનાબેન પટેલનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ બેઠકના મુખ્‍ય ઉદ્દેશ્‍ય કેન્‍દ્રની મોદી સરકારના સંપન્ન થયેલ નવ વર્ષ સબંધિત કાર્યક્રમો પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ પ્રસંગે નવ વર્ષના મોદી સરકારના કાર્યકાળ દરમિયાન દેશ સહિત દાદરા નગર હવેલી અને દમણ જિલ્લામાં થયેલ અનેક લોક કલ્‍યાણકારી કામોની માહિતી જનજન સુધી પહોંચાડવા નિર્ધાર વ્‍યક્‍ત કરાયો હતો. તેમાં પણ દાદરા નગર હવેલીના ઊંડાણના આદિવાસી વિસ્‍તારોની થઈ રહેલી કાયાપલટ અને શિક્ષણના ક્ષેત્રે થયેલા વિકાસની જાણકારી લોકો સુધી પહોંચાડવાનો પણ નિર્ણય લેવામાં આવ્‍યોહતો. જેમાં જિલ્લા પંચાયત પોતાના ટીમ વર્કથી ગ્રામ્‍ય વિસ્‍તારના લોકો સુધી મોદી સરકારનો સંદેશ પણ પહોંચાડશે.
આ અવસરે સંગઠન મહામંત્રી શ્રી વિવેક દાઢકર, ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઈ ચૌહાણ, શ્રી મહેશભાઈ અગરિયા, જિલ્લા પ્રમુખ શ્રી અજયભાઈ દેસાઈ, ખાનવેલ જિલ્લા પ્રમુખ શ્રી સંજયભાઈ રાઉત સહિત પદાધિકારીઓ કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

vartmanpravah

રમાઈ મહિલા બ્રિગેડ અને સમ્રાટ અશોક સંગઠનના ઉપક્રમે દમણમાં આંબેડકરવાદી સમાજનો જયઘોષઃ શિક્ષણ સંગઠન સાથે સ્‍વરોજગાર ઉપર જોર

vartmanpravah

બે વ્‍યક્‍તિઓના ઈલેક્‍ટ્રીક શોક લાગતા થયેલા મૃત્‍યુ બદલ દમણની નાનાસ હોટલનું લાયસન્‍સ રદ્‌ કરવા પ્રવાસન વિભાગે જારી કરેલો આદેશ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને દમણમાં યુથ પાર્લામેન્ટના આયોજક જિ.પં. ઉપ પ્રમુખ મૈત્રી પટેલે પોતાના સાથીઓ સાથે આભાર પ્રસ્તાવની કરેલી સોંપણી

vartmanpravah

ઘોઘલા ખાતે નિઃશુલ્‍ક આયુષ નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

દાનહ જિ.પં.ના નવનિયુક્‍ત પ્રમુખ દામજીભાઈ કુરાડા અને મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માએ સુરંગીમાં 2M3 ક્ષમતાના બાયોગેસ પ્‍લાન્‍ટનું કરેલું ખાતમુહૂર્ત

vartmanpravah

Leave a Comment