Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સાંસદ ધવલભાઈ પટેલના વલસાડમાં વિધિ પૂજા સાથે જનસંપર્ક કાર્યાલયનો શુભારંભ

ધારાસભ્‍યો, સંગઠન હોદ્દેદારો, કાર્યકરો, પરિવાર ખાસ ઉપસ્‍થિત રહ્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: આજરોજ વલસાડ ખાતે લોકસભાના દંડક તેમજ વલસાડ-ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલનું વલસાડ ખાતે જનસંપર્ક કાર્યાલયનું સાંસદશ્રી ધવલભાઈ પટેલની વ્‍હાલી દિકરી શ્રીજા પટેલના શુભ હસ્‍તે કુંભઘોડો મુકી વિધિવત રીતે પુજા અર્ચના કરી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્‍યો હતો.
લોકસભાનું સત્ર ચાલતુ હોવાથી આવનારા ટુંકા દિવસોમાં સત્ર સમાપ્તિ થયા બાદ વલસાડ-ડાંગના સંગઠન આગેવાનો, કાર્યકર્તાઓ, વલસાડ ડાંગની જાહેર જનતા સાથે મુલાકાત માટે સૌને જાણ કરવામાં આવશે.
આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ, કપરાડાના ધારાસભ્‍ય શ્રી જીતુભાઈ ચૌધરી, વલસાડના ધારાસભ્‍ય શ્રી ભરતભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્‍ય શ્રી અરવિંદભાઈપટેલ, જિલ્લા મહામંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, જિલ્લા ઉપપ્રમુખ શ્રી જીતેશભાઈ પટેલ, શ્રી અમીષભાઈ પટેલ, શ્રી ધૃવિનભાઈ પટેલ, શ્રી આશીષભાઈ દેસાઈ માહિર પંચાલ, સહિત શુભેચ્‍છકો તથા પરિવારના સભ્‍યો ઉપસ્‍થિત રહી શુભેચ્‍છાઓ પાઠવી હતી.

Related posts

જે પિતૃનું શ્રાદ્ધ કરવામાં નથી આવતું તે અતૃપ્ત અવસ્‍થામાં પાછા જાય છે અને મનોમન ઉદાસ બની જાય છે તેનું વિપરીત પરિણામ કુટુંબને ભોગવવું પડતું હોય છે

vartmanpravah

ચીખલી ખરીદી કરવા આવેલ વંકાલના ગુમ યુવાનને પોલીસે ગણતરીના કલાકોમાં જ શોધી કાઢયો

vartmanpravah

સેલવાસ ન.પા. દ્વારા ‘સ્‍વચ્‍છ સર્વેક્ષણ’ અંતર્ગત સ્‍વચ્‍છતા અભિયાનનો કરાયેલો પ્રારંભ

vartmanpravah

લોકસભાની દાનહ અને દમણ-દીવ બેઠક ઉપરથી ઉત્તેજના ગાયબઃ પહેલી વખત વિકાસની રાજનીતિ ટોપ ઉપર

vartmanpravah

ચીખલીના વંકાલ સહિતના પૂરગ્રસ્‍ત ગામોમાં થયેલ નુકસાન અંગે તંત્ર દ્વારા ટીમો બનાવી સર્વે હાથ ધરાયો

vartmanpravah

વાપી ચણોદ ગુરુદ્વારામાં ગુરુનાનકજીની 555મી જન્‍મ જયંતિની ધામધૂમથી કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

Leave a Comment