October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નીતિ આયોગના સીઈઓ અને જી-20 શેરપા અમિતાભ કાંતે NIFT દમણ ખાતે અંતિમ સેમેસ્‍ટરના વિદ્યાર્થીઓને પરીક્ષાના ભાગરૂપે પ્રદર્શિત ડિઝાઈન સ્‍થાપન ઉપર આપેલું મનનીય વક્‍તવ્‍ય

અમિતાભ કાંતે‘ફેશન ફોરવર્ડ’ શીર્ષક સાથે કેમ્‍પસનું બહાર પાડેલું પ્રથમ ન્‍યૂઝલેટર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.19: ભારતના G-20ની અધ્‍યક્ષતા હેઠળ NIFT દમણને G-20 શેરપા શ્રી અમિતાભ કાંત, આઈએએસના સ્‍વાગત સમારંભના આયોજન માટે આનંદ અને ગૌરવની લાગણી પ્રગટ થતી હતી.
આજે NIFT દમણ ખાતે યોજાયેલ અભિવાદન સમારંભમાં નીતિ આયોગના મુખ્‍ય કાર્યકારી અધિકારી અને જી-20ના શેરપા શ્રી અમિતાભ કાંતે ફેશનના વિદ્યાર્થીઓ અને ફેકલ્‍ટીના સભ્‍યો સાથે વાર્તાલાપ કર્યો હતો અને એનઆઈએફટીના વિદ્યાર્થીઓની અંતિમ-સેમેસ્‍ટર પરીક્ષાના ભાગરૂપે પ્રદર્શિત ડિઝાઈન સ્‍થાપનો ઉપર પોતાનું મનનીય વક્‍તવ્‍ય આપ્‍યું હતું.
આ કાર્યક્રમનું સંચાલન દમણના કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રા અને સંઘપ્રદેશ દમણના ઉચ્‍ચ અને ટેકનિકલ શિક્ષણ નિયામક શ્રી શિવમ ટીઓટિયા અને એનઆઈએફટી કેમ્‍પસના નિયામક શ્રી સંદિપ સચન દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ દરમિયાન, અમિતાભ કાંતે ‘‘ફેશન ફોરવર્ડ” શીર્ષક સાથે કેમ્‍પસનું પ્રથમ ન્‍યૂઝલેટર બહાર પાડયું હતું.
આ ઈવેન્‍ટ એનઆઈએફટી દમણ અને જી-20ના સંયુક્‍ત પ્રયાસોમાં એક મહત્‍વપૂર્ણ સીમાચિહ્ન રૂપ છે. તે ઉદ્યોગના નિષ્‍ણાંતો, નીતિ નિર્માતાઓ વચ્‍ચે સંવાદ અને સહયોગ વધારવા અને ફેશન ક્ષેત્રમાં ઉભરતી પ્રતિભાઓ વચ્‍ચે સહયોગનેપ્રોત્‍સાહિત કરવા માટે કામ કરી રહ્યું છે. તેની શરૂઆતથી લઈને ઓગસ્‍ટ 2022 સુધી, એનઆઈએફટી દમણ કેમ્‍પસ ફેશન ઉદ્યોગમાં મેનેજમેન્‍ટ અને ડિઝાઈન વિદ્યાર્થીઓની જરૂરિયાતો પૂરી કરવા માટે સતત પોતાને સમર્પિત કરે છે. કેમ્‍પસે જી-20નો સક્રિયપણે સહયોગ કર્યો છે. જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમકે હાલમાં એપ્રિલમાં યોજાયેલ જી-20 યુનિવર્સિટી કનેક્‍ટમાં પૂર્વ ભારતીય રાજદૂત આઈએફએસ શ્રી ભાસ્‍કર બાલક્રિષ્‍નનએ ખાસ ભાગ લીધો હતો.

Related posts

વાપી શહેરમાં ભાજપ સહિત વિવિધ પાર્ટીઓએ 11 વોર્ડ વિસ્‍તારમાં ચૂંટણી પ્રચાર કાર્યાલય ધમધમતા કર્યા

vartmanpravah

વાપી નગરપાલિકા નવનિયુક્‍ત પ્રમુખ તરીકે કાશ્‍મિરાબેન શાહ અને ઉપપ્રમુખ તરીકે અભય શાહની બિનહરીફ વરણી

vartmanpravah

ચીખલી પોલીસે બલવાડા હાઈવે પરથી આઈસર ટેમ્‍પોમાંથી દારૂ ઝડપી પાડયો

vartmanpravah

વાપી કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષ કેદની સજા અને ચેકની બમણી રકમ ચૂકવવાનો આદેશ આપ્‍યો

vartmanpravah

સમગ્ર શિક્ષા વિભાગ દીવ દ્વારા ધો. 3 થીપના શિક્ષકો માટે ત્રિ-દિવસીય beyond basic તાલીમનું કરાયેલું આયોજન

vartmanpravah

ચીખલીના વાંઝણા ગામેથી પોલીસે ત્રણ કેરી ચોરોને ઝડપ્‍યા

vartmanpravah

Leave a Comment