Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત વન વિભાગ દ્વારા સમરોલીમાં તળાવની પાળે નિર્માણ કરાયેલ ‘નમો વડ વન’થી પર્યાવરણના લાભ સાથે સ્‍થાનિકોની સુવિધામાં થયેલો વધારો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.24: સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સ્‍થાનિક ગ્રામ પંચાયતના સહયોગથી આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત ઓગસ્‍ટ-22 માં સમરોલીમાં ચીખલી-બીલીમોરા માર્ગ સ્‍થિત તળાવની પાળે નમો વડ વનનું નિર્માણ કરવામાંઆવ્‍યું હતું. જેમાં પ્રવેશ દ્વાર, વોક વે, બેસવા માટે કુટીર, બાળકોને રમવા માટે લપસણી, હિંચકા સહિતની સુવિધા ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત પક્ષીઓનો કલરવ પણ આ નમો વડ વનમાં ગુંજતો રહે તે માટે પક્ષીઓને બેસવાની પણ વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવી છે.
સમરોલીમાં નમો વડ વનમાં વોક વેની આજુબાજુ મોટી સંખ્‍યામાં વડના ઉપરાંત નીલગીરી, સરૂ, કદમ, સપ્તપણી, ગુલમોહર, સરગવો સહિતના બારેમાસ લીલાછમ રહેતા વૃક્ષોના રોપાઓ રોપવામાં આવ્‍યા છે. અને વોક-વે ની બન્ને બાજુના બગીચામાં સંખ્‍યા બંધ બાંકડાઓ પણ ગોઠવામાં આવ્‍યા છે.
સ્‍થાનિક ગ્રામ પંચાયત ઉપરાંત સમરોલીની સેવાભાવી સંસ્‍થા આર્ય ગ્રુપના કલ્‍પેશભાઈ સહિતના આગેવાનો દ્વારા રસ દાખવી વૃક્ષના રોપાઓ માટે ટપક સિંચાઈની વ્‍યવસ્‍થા કરતા આજે આ નમો વડ વનમાં હરિયાળી ખીલી ઉઠી છે.
સમરોલીનું તળાવ પાણીથી તરબોળ છે. તો બીજી તરફ તળાવની પાળે નમો વડ વનમાં લીલાછમ વૃક્ષોને પગલે ભર ઉનાળે શીતળતા અનુભવાઈ રહી છે. અને યુવાનો, મહિલાઓ કે વડીલો હોય એ તળાવની પાળે નમો વડ વનમાં નિરાંતની પળો માણતા જોવા મળી રહ્યા છે. નાના ભૂલકાઓ પણ નમો વડ વનમાં હિંચકે ઝૂલવાની, લપસણી કરવાનો આનંદ માણતા હોય છે.
આમ સામાજિક વનીકરણ વિભાગ અને સ્‍થાનિકગ્રામ પંચાયત દ્વારા નમો વડ વનમાં નક્કર કામગીરી કરવામાં આવતા સમરોલી ગામની શોભામાં અભિવૃધ્‍ધિ થવા સાથે લીલાછમ વૃક્ષોથી પર્યાવરણને પણ ફાયદો થશે તે પણ નિヘતિ છે. સમરોલીમાં નમો વડ વન દ્વારા તળાવની પાળનો વિકાસ અન્‍ય ગામના આગેવાનો માટે પણ પ્રેરણા સમાન છે.
સમરોલી આર્ય ગ્રપના કલ્‍પેશભાઈના જણાવ્‍યાનુસાર આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત અમૃત સરોવર રૂપે સામાજિક વનીકરણ દ્વારા અમારા ગામના તળાવની પાળે નમો વડ વન તૈયાર કરાયું છે. તેમાં અમે પણ પૂરતી તકેદારી રાખી સહયોગ આપી વ્‍યવસ્‍થામાં વધારો કરી વૃક્ષોના ઉછેર માટે પણ માવજત કરી રહ્યા છે. આ વનથી સ્‍થાનિકોની સુવિધામાં વધારો થયો છે.

Related posts

પારડીના ગોઈમા ખાતેથી માનવ કંકાલ મળતા ચકચાર

vartmanpravah

નવસારી કૃષિ યુનિવર્સિટીનો 17મો પદવીદાન સમારોહ સંપન્ન

vartmanpravah

પ્રદેશ ભાજપ ઓબીસી મોર્ચા દ્વારા દાનહના સેલવાસ ખાતે ભાજપના સામાજિક ન્‍યાય સપ્તાહ અંતર્ગત મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં પોલીસ દ્વારા વાહન ચેકીંગ મેગા ડ્રાઈવનો આજથી આરંભ

vartmanpravah

દમણ જિલ્લા આદિવાસી સમાજે મણિપુરની ઘટનાના સંદર્ભમાં જિલ્લા કલેક્‍ટરને આપેલું આવેદનપત્ર

vartmanpravah

જિલ્લા બાળ સુરક્ષા એકમ, દીવ દ્વારા ‘‘નન્‍હે હાથ કલમ કે સાથ” અંતર્ગતશાળાઓમાં અભ્‍યાસ કરતા કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકો માટે શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્‍યો

vartmanpravah

Leave a Comment