April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના શ્રમિક યુવકનું ધગડમાળમાં અકસ્‍માત: અંધારામાં લાઈટ વિના રોંગ સાઇડે પાર્ક કરેલ ટ્રકમાં બાઈક ઘૂસી જતાં ચાલકનું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.24: પારડીના ધગડમાળ ખાતે નેશનલ હાઈવે નં.848 પર પાર્કિંગ લાઈટ વિના રોંગ સાઈડે એક ટ્રક પાર્ક કરી હતી. આ દરમ્‍યાન પારડીથી છૂટક મજૂરી કામ કરી પોતાના ઘરે કપરાડા બાઈક તરફ જઈ રહેલા યુવાનને પાર્ક કરેલ આ ટ્રક નજરે ન ચઢતા તે ટ્રક સાથે અથડાતા ગંભીર ઈજાને પગલે ઘટના સ્‍થળે જ તેનું કરૂણ મોત નીપજ્‍યું હતું.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ફળી ગામ મોટીશેરી ફળિયા ખાતે રહેતા રમણભાઈ લક્ષેભાઈ બળી ઉ.વ. 36 જે ગત મંગળવારના રોજ પોતાની બાઈક નંબર જીજે-15-બીએ-7004 લઈ પારડી મજૂરી કામે આવ્‍યા હતા. જ્‍યાંથી તેઓ રાતે પરત ઘરે જઈ રહ્યા હતા ત્‍યારે નેશનલ હાઈવે નંબર 848 ધગડમાળ ગામે રોંગ સાઈડે ટ્રક નંબર જીજે-15-એવી-0309 પાર્ક હતી. જેની પાર્કિંગ લાઈટો પણ ચાલુ ન હતી જેથી રમણભાઈ ટ્રક જોઈ ન શકતા તેધડાકાભેર બાઈક સાથે ટ્રકમાં ભટકાયા હતા. આ અકસ્‍માતનો અવાજ સાંભળી આજુબાજુના લોકો દોડી આવ્‍યા હતા અને 108 એમ્‍બુલન્‍સ તેડાવી હતી. જોકે તે પહેલા રમણભાઈને પહોંચેલી ગંભીર ઈજાને પગલે કમકમાટી ભર્યું મોત નીપજ્‍યું હતું. જ્‍યારે સ્‍થાનિકોના જણાવ્‍યા પ્રમાણે ધડગમાળ વિસ્‍તારમાં ટ્રક ટેમ્‍પા જેવા મોટા વાહનો કાયમી ધોરણે આ રીતે પાર્ક કરવામાં આવે છે. બાઈક ચાલક ઉભેલી ટ્રક જોઈ ન શકતા અકસ્‍માત સર્જાતા જીવ ખોવાનો વારો આવ્‍યો છે. જેને લઈ સ્‍થાનિકોમાં આક્રોશ જોવા મળ્‍યો હતો. જોકે બચાવમાં ટ્રક ચાલકે પોલીસ સમક્ષ ટાયર બદલવા ટ્રક ઉભી રાખી હોવાનો લુલો બચાવ કર્યો હતો.

Related posts

આપત્તિ સમયે બચાવ કામગીરી અંગે વલસાડ જિલ્લા નિવાસી અધિક કલેકટર અનસૂયા જહાના અધ્‍યક્ષસ્‍થાને ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ તાલીમ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ઉમરગામના ભીલાડ ખાતે આંતરરાષ્ટ્રી ય આદિવાસી દિવસની ઉજવણી કરાઇ

vartmanpravah

‘મિશન-2024′: દાનહ અને દમણ-દીવ ભાજપનું બૂથ સશક્‍તિકરણ ઉપર જોરઃ નવા ભાજપ પ્રભારી વિનોદ સોનકરે આપેલો વિજય મંત્ર

vartmanpravah

વાપી મચ્‍છી માર્કેટમાં મધરાતે ટ્રાન્‍સફોર્મરમાં ધડાકો થતા બાજુનું ડેકોરેશન ગોડાઉન આગની લપેટમાં

vartmanpravah

પેટ્રોલિયમ ટેક્સથી થયેલી ૨૩ લાખ કરોડની કમાણીનો કેન્દ્ર પાસેથી હિસાબ માગ્યો સરકાર જણાવે, જનતાના પૈસા ક્યાં ગયાઃ રાહુલ ગાંધી

vartmanpravah

વાપી હાઈવે ઉપર મહત્‍વાકાંક્ષી છરવાડા ક્રોસિંગ અંડરપાસના નિર્માણની ઝડપભેર ચાલી રહેલી કામગીરી

vartmanpravah

Leave a Comment