Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ફણસામાં બનનાર રાળપટ્ટીમાં સૌ પ્રથમ શ્રી નેમિનાથ દાદાના ભવ્‍ય જિનાલયનું આજે ભૂમિપૂજન થશે

સમજણ હોય ત્‍યાં સંઘર્ષ ના હોય, બધું સહર્ષ હોય ને હર્ષ હોય ત્‍યાં ઉત્‍કર્ષ હોય : આચાર્ય યશોવર્મસૂરીજી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: સુખીને મધુર જિંદગીને કયારેક કયારેક નાની ને નજીવી વાતો કડવી ઝેર બનાવી જતી હોય છે અને તે એટલી હદે કે વેર ઝેર ઉભાકરી લાંબી જિંદગીને તો ઠીક પણ પારિવારિક સ્‍નેહ વિચ્‍છેદને વંશના વિનાશ સુધી ખેંચી જતી હોય છે. કુરૂ વંશના વિચ્‍છેદમાં વિનાશમાં કેટલી નજીવી બાબત જીવલેણ બની ગઈ. ગમ્‍મતમાં જ્‍યારે મમ્‍મત મળે ત્‍યારે કિંમત ચૂકવવી ભારે પડે છે. પાંડવોની સમજાણે બધું સહર્ષ સ્‍વીકાર્યું તો ઉત્‍કર્ષ થયો જ સમજણનો સંઘર્ષના અંધારે હર્ષના અજવાળા કરશે.
સરીગામના વિરાટ ઉપાશ્રયમાં ઉપસ્‍થિત યુવાનોને જન સમુદાયને પૂજ્‍યપાદ રાળપટ્ટીના ધર્મ સૂર્ય પ્રભાવક ગુરુદેવ આ.ભ. શ્રી યશોવર્મસુરીશ્વરજી મહારાજાએ વહેલી સવારે તપસ્‍વી સાધ્‍વી શ્રી પ્રશાંત કલાશ્રીજી મ.ની 77મી વર્ધમાન તપની ઓળીના ભવ્‍ય પારણા પ્રસંગે મુંબઈને ગુજરાત આદિથી ઉમટેલા સૌને અદભુત જીવન રહસ્‍યોની સમજણ ને તપ ધર્મની મહાનતાને વર્ણવી ત્‍યારે સૌ સાધ્‍વીજીને વંદી પડ્‍યા હતા ને સરીગામમાં સૌપ્રથમવાર થયેલા શ્રી શાંતિ ધારા સ્‍તોત્રભિષેક ‘‘અનુષ્ઠાનમાં સૌ ભાવિત બની ગયા હતા ને મન મૂકીને નાચ્‍યા હતા.” પ્રભુ ભક્‍તિની ભવ્‍ય રમઝટ જમાઈ હતી ને સમસ્‍ત રાળપટ્ટી વલસાડથી મુંબઈ સુધીમાં સૌ પ્રથમ નિર્માણ પામતા શ્રી નેમિનાથ દાદાના ભવ્‍ય શિખરબંધી જિનાલયના આજે તા.30 મેના થનારા ભવ્‍યાતિ ભવ્‍ય ભૂમિ પૂજનને ભૂમિગ્રહણને ખાસ મુહૂર્તમાં પહેલા જે પાટલા પૂજન થશે તેના યાદગાર ચઢાવવા થયા હતા.
આજે સરિગામથી સવારે8.00 ક. વિહાર કરી સનસિટી (સરીગામ ભીલાડ રોડ) સ્‍થિતમાં 8:30 કલાક ભવ્‍ય પ્રવેશ 9.00 ક. માંગલિક પ્રવચનવિધિ પ્રારંભને ખાસ… જિનાલયની શીલાસ્‍થાપન તા.3 જૂનના થશે તેના મંગલ ચડાવવા થશે. આખી રાળપટ્ટીના શ્રી સંઘો, ટ્રસ્‍ટીઓ, શ્રેષ્ઠીઓ, અધિકારીઓ, મહાનુભાવો, પ-5 આચાર્ય ભગવંતો 50થી વધુ સાધુ સાધ્‍વીજી ભગવંતો પધારશે. જબરજસ્‍ત શણગાર સાજ-સજજાને ને વિશાળ ગ્રાઉન્‍ડમાં મોટા મોટા મંડપો બંધાયા છે. સ્‍પેશિયલ વિધીકારને સંગીતકાર પધારશે. અદભુત ઉત્‍સવ રચાશે.

Related posts

વાપી છરવાડાના સડક ફળિયાની આદિવાસી દિકરી ત્રણ વર્ષથી શિષ્યવૃત્તિ ફોર્મ ઉપર સહી કરાવવા ગ્રા.પં.ના ધક્કા ખાઈ રહી છે

vartmanpravah

રાષ્‍ટ્રીય ભાજપ ઓબીસી મોર્ચાના કોષાધ્‍યક્ષ ગજેન્‍દ્ર યાદવની ઉપસ્‍થિતિમાં દાનહ અને દમણ-દીવ ભાજપ ઓબીસી મોર્ચાએ મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેને એક અલગ અંદાજમાં પાઠવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

પંજાબમાં બનેલ ઘટનાનો પારડી ભાજપ યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન

vartmanpravah

વાપી હાઈવે ઉપર કરમબેલાના યુવાનનું અજાણ્‍યા વાહને ટક્કર મારતા મોત

vartmanpravah

પોર્ટુગીઝ શાસન સામે સૌપ્રથમ અવાજ ઉઠાવનાર દાનહમાં આદિવાસી મહિલા જતરૂબેન ધુમની 27મી પુણ્‍યતિથિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી ડુંગરા ભંગારના ગોડાઉનમાં આગ લાગી

vartmanpravah

Leave a Comment