March 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

RTE એકટ હેઠળ નબળા અને વંચિત જૂથના બાળકોને ધો-૧માં વિનામુલ્યે પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરાશે

વર્ષ ૨૦૨૩-૨૪ માટે તા.૧૦ એપ્રિલ થી તા.૨૨ એપ્રિલ સુધી www.rte.orpgujarat.com ઉપર અરજી કરવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: ગુજરાત સરકાર દ્વારા મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-૨૦૦૯ની કલમ ૧૨(૧)(ક) હેઠળ બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫% મુજબ વિનામુલ્યે ધો-૧ માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે હેઠળ જે બાળકોએ ૧લી જુન ર૦ર૩ ના રોજ છ વર્ષ પુર્ણ કર્યા હોય તેઓ આ યોજના હેઠળ પ્રવેશપાત્ર બને છે. વર્ષ ૨૦૨૩-૨૪માં વલસાડ જિલ્લામાં ૨૫૦ શાળાઓ પૈકી ર૮૭૩ જગ્યાઓ આરટીઈ એકટ અંતર્ગત પ્રવેશ મળવાપાત્ર છે. www.rte.orpgujarat.com વેબસાઈટ ઉપર તા.૧૦ એપ્રિલ, ૨૦૨૩ થી તા.રર એપ્રિલ, ૨૦૨૩ દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકાશે.
ફોર્મ ભરવા સબંધિત જરૂરી આધાર પુરાવાની વિગતો વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ યોજના હેઠળ પ્રવેશ માટે જરૂરી માર્ગદર્શન માટે જિલ્લા કચેરીના હેલ્પલાઈન નં. ૦૨૬૩૨ ૨૫૩૨૧૦ ઉપર સંપર્ક કરી શકાશે.. ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જરૂરી લાગુ પડતા આધાર પુરાવાઓ જેવા કે, જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ- કેટેગરીનો દાખલો, તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો કે ઈન્કમટેક્ષ રીટન તથા ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી એવા અંગેનુ સેલ્ફ ડિકલેરેશન (લાગુ પડતું હોય ત્યાં) વગેરે ઓરિજિનલ આધારો ઓનલાઈન અપલોડ કરવા. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ સાથે રાખવી. આ ફોર્મ કશે જમા કરાવવાનું રહેતું નથી. પ્રવેશ કન્ફર્મેશન માટે વેબસાઇટ જોતા રહેવું તેમજ આ અંગે મોબાઈલ નંબર ઉપર રાજ્યકક્ષાએથી એસએમએસ દ્વારા જાણ કરવામાં આવશે એવું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ અખબારીયાદીમાં જણાવ્યું છે.

Related posts

દમણમાં શહેર ભ્રમણ માટે નિકળેલી ભગવાન શ્રી જગન્નાથની ભવ્‍ય શોભાયાત્રા

vartmanpravah

વાપી પોલીસે પારડી સબજેલમાં બાકોરૂ પાડી ફરાર થયેલ આરોપી કેદીને 23 વર્ષે હરિયાણામાંથી ઝડપી પાડયો

vartmanpravah

વલસાડમાં રાજ્‍યકક્ષાની સાગરખેડૂ સાયકલ રેલી આગામી સપ્‍ટેમ્‍બર માસમાં યોજાશે

vartmanpravah

ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ભામટી તળાવ ફળિયા ખાતે ‘જનજાતિય ગૌરવ દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

આંબોલી ગ્રામ પંચાયતના આંબોલી ગામમાં ‘સરકાર તમારા ઘર પર’ શિબિર યોજાઈ

vartmanpravah

આગામી 6ઠ્ઠી નવેમ્‍બરે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની નાનાપોંઢામાં જંગી જાહેરસભા યોજાશે

vartmanpravah

Leave a Comment