October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સ્‍ટેશને માથા ફરેલ બેખોફ રીક્ષા ચાલકે મહિલાને બિભત્‍સ ભાષા બોલી શરમજનક વર્તન કર્યું: રીક્ષા ચાલક હવાલાતમાં

ગંદી હરકત સાથે પોલીસ મોટી ટોપી છે તેવુ મહિલાને સંભળાવ્‍યું : પોલીસે રીક્ષા ચાલક આરીફને દબોચી લઈ જાહેરમાં ફેરવી ઉઠકબેઠક કરાવી મહિલા સામે માફી મંગાવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31: વાપી રેલવે સ્‍ટેશને આજે બુધવારે શરમજનક ઘટના ઘટી હતી. એક માથા ફરેલ બેખોફ રિક્ષા ચાલક મહિલા સાથે બિભત્‍સ વાણી પ્રયોગ કરીને દાદાગીરી કરી રહેલો વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી હતી.
બધા રિક્ષાવાળા ખરાબ નથી હોતા પણ કેટલાક રિક્ષા ચાલકો આખી રિક્ષા ચાલક આલમને કલંકિત/બદનામ કરતા હોય છે. કંઈક તેવો જ શરમજનક કિસ્‍સો આજે વાપી રેલવે સ્‍ટેશને બન્‍યો હતો. રિક્ષા ચાલક મહિલાને બિભત્‍સ વાણીમાં પેન્‍ટનો પટ્ટો ખોલી ચેઈન ખોલીને અભદ્ર વાણીમાં ધમકાવી રહ્યો હતો, પોલીસ મોટી ટોપી છે. જેવા વાક્‍યો જાહેરમાં મહિલા સામે સતત ઉચ્‍ચારતો રહેલો. જેનો વિડીયો ક્ષણોમાં વાયરલ થતા તુરત જ એલસીબી એકશનમાં આવી ગઈ હતી. માથાભારે રિક્ષા ચાલક આરીફને દબોચી લીધો અનેજાહેરમાં ફેરવી ઉઠાબેઠક કરાવી મહિલાની સામે માફી મંગાવીને જેલ ભેગો કર્યો હતો.

Related posts

ઉમરગામ તાલુકામાં અતિભારે વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાયા

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ડેંગ્‍યુના રોગચાળાને કાબુમાં લેવા આરોગ્‍ય વિભાગે શરૂ કરેલા અસરકારક પગલાં

vartmanpravah

‘વિશ્વ હિન્‍દુ પરિષદ’ દ્વારા દાનહના દૂધની ગામના બે બાળકોને દત્તક લીધાં

vartmanpravah

વરસાદના વિરામ બાદ વલસાડ જિલ્લામાં રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્‍ય તંત્રની 581 ટીમો કાર્યરત

vartmanpravah

વલસાડના અટકપારડી ખાતે 25 ખેડૂતોએ ‘મન કી બાત’ના 100માં એપિસોડનું લાઈવ પ્રસારણ સાંભળ્‍યું

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ પર કન્‍ટેનરે બાઈકને ટક્કર મારતા ચાલકનું ઘટના સ્‍થળ પર જ મોત

vartmanpravah

Leave a Comment