Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશવલસાડવાપીસેલવાસ

સેલવાસ-નરોલી રોડ પર કન્‍ટેનરે બાઈકને ટક્કર મારતા ચાલકનું ઘટના સ્‍થળ પર જ મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : દાદરા નગર હવેલીના સેલવાસ-નરોલી રોડ પર બોરીગામથી યુવાન પોતાની બાઈક પર સેલવાસ તરફ આવી રહ્યા હતા તે સમયે પાછળથી કન્‍ટેનરે બાઈકને ટક્કર મારતા યુવાન જોરદાર રીતે નીચે પટકાતા તેનું ઘટના સ્‍થળ પર જ મોત થતાં ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સાહિલ વસંતભાઈ પટેલ (ઉ.વ.27)રહેવાસી બોરીગામ તાલુકો ઉમરગામ. જેઓ પોતાની બાઈક લઈને કોઈ કામસર સેલવાસ તરફ જઈ રહ્યા હતા તે સમયે નરોલી સ્‍વામિનારાયણ મંદિર પાસે ટર્નિંગ પર પાછળથી પુરઝડપે આવતુ કન્‍ટેનર નંબર યુપી-21 સીટી-3095ના ચાલકે બાઇકને જોશથી ટક્કર મારી હતી. બાઈક ઉપર સવાર યુવાન બાઈક સાથે નીચે પટકાયો હતોઅને થોડે દૂર સુધી ઢસડાયો હતો, જેના કારણે તેના માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી. ગંભીરરીતે ઈજાગ્રસ્‍ત બનેલા યુવાનનું ઘટનાસ્‍થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું.
આ ઘટના અંગે નરોલી પોલીસને જાણ થતાં પોલીસની ટીમ દોડી આપી હતી અને યુવાનની લાશને એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા સેલવાસ સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવી હતી. નરોલી પોલીસ દ્વારા કન્‍ટેનર અને કન્‍ટેનર ચાલકને પોલીસ સ્‍ટેશન પર લઈ જઈ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

દેશભરમાં વિજળીના ખાનગીકરણ સામે તેજ થઈ રહેલો અવાજ : 27 લાખ વીજ કર્મીઓ-એન્‍જિનિયરો 23-24મીફેબ્રુ.એ હડતાલમાં જોડાશે

vartmanpravah

ચીખલી સૌ-પ્રથમ વખત આર્યા ગ્રુપ દ્વારા સ્‍પીડ અને નોન-સ્‍ટોપ સ્‍કેટિંગ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દાનહના વાઘછીપાની સરકારી શાળામાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

છ મહિનાથી વોન્‍ટેડ પલસાણામાં થયેલ લૂટના આરોપીને ઝડપવામાં સફળતા મેળવતી પારડી પોલીસ

vartmanpravah

ધરમપુર ડેપોએ મોરખલ, દાબખલના પાસ બંધ કરી દેતા સેલવાસ નોકરી જતા સેંકડો કર્મચારીઓ મુશ્‍કેલીમાં મુકાયા

vartmanpravah

દમણના સરલ પ્રજાપતિની એનસીએ અંડર-23 હાઈ પરફોર્મન્‍સ કેમ્‍પ માટે પસંદગી

vartmanpravah

Leave a Comment