December 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી ડુમલાવથી અતુલ કંપનીમાં નોકરીએ જતી મહિલાનું ખરાબ રસ્‍તાથી મોપેડ સ્‍લીપ ખાતા સારવારમાં મોત

રાધાબેન ધર્મેશભાઈ નાયકા પિયરથી અતુલ કંપની જતા અકસ્‍માત નડયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31: પારડીના ડુમલાવ ગામે પિયરથી અતુલ કંપનીમાં નોકરીએ જવા ગત તા.28મીએ નિકળ્‍યા હતા ત્‍યારે તેમનું મોપેડ ઉબડખાબડ રસ્‍તામાં સ્‍લીપ મારી ગયું હતું. અકસ્‍માતમાં ગંભીર ઈજાઓ બાદ હોસ્‍પિટલ ખસેડાયા હતા. જ્‍યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્‍યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર પારનેરામાં રહેતા 32 વર્ષિય રાધાબેન ધર્મેશભાઈ નાયકા પિયર ડુમલાવથી અતુલ કંપનીમાં નોકરી કરવા માટે તેમની મોપેડ નં.જીજે 15 ડી.આર. 1386 ઉપર નિકળ્‍યા હતા. રસ્‍તો ઉબડખાબડ હોવાથી અચાનક મોપેડ સ્‍લીપ મારી ગયું હતું. જેમાં નીચે પટકાતા રાધાબેન ગંભીર રીતે ઘવાયા હતા. પ્રથમ પારડી મોહન દયાળ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. બાદમાં વધુ સારવાર માટે રાધાબેનને વલસાડ કસ્‍તુરબા હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. જ્‍યાં સારવારમાં તેમનું અવસાન થયું હતું. બાળકોએ માતાનું છત્ર ગુમાવતા પરિવાર શોકમાં ડૂબી ગયો હતો.

Related posts

ધરમપુરના શીરીષપાડામાં પાણી વહેતા નાળા પરથી કાર સાથે ત્રણ તણાતા હજી લાપતા

vartmanpravah

વાપી હાઈવે ઉપર બનાવાયેલ હંગામી બસ સ્‍ટેન્‍ડની સ્‍થિતિ ચોમાસામાં બદ્દથી બદતર બની ચૂકી

vartmanpravah

દાનહ-નરોલી ગામે ચાલીમા આગ લાગતા દોડધામ

vartmanpravah

દાનહમાં એસ.સી., એસ.ટી. કેટેગરીના વિદ્યાર્થીઓને પોસ્‍ટ મેટ્રિક સ્‍કોલરશીપ નહીં મળતાં પ્રશાસકશ્રીને કરેલી રજૂઆત

vartmanpravah

ધોરણ 1માં પ્રવેશ લેતાં બાળકોનાં સંઘપ્રદેશમાં સત્‍કારસન્‍માન સાથે ઉજવાયો પ્રવેશોત્‍સવ

vartmanpravah

સામાજિક ઉત્થાન અને સદ્દભાવના કાર્યક્રમોમાં રાજ્ય સરકાર દ્વારા હંમેશા મદદરૂપ બનવાની ખાતરી આપતા મુખ્યમંત્રી

vartmanpravah

Leave a Comment