September 14, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી હાઈવે દમણગંગા બ્રિજ પાસે રોયલ ઈન્‍ડસ્‍ટ્રીયલ પાર્કમાં કાર્યરત ફાર્મા કંપનીમાં આગ

ચાર ફાયર ફાઈટરોએ કલાકો જહેમત ઉઠાવી આગ કાબુ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: વાપી હાઈવે દમણગંગા બ્રિજ પાસે આવેલ રોયલ ઈન્‍ડસ્‍ટ્રીયલ પાર્ક સ્‍થિત કાર્યરત ફાર્મા કંપનીમાં શુક્રવારે બપોરે અચાનક ભિષણ આગ લાગતા અફરા તફરી મચી જવા પામી હતી.
વાપી યુપીએલ પાસે આવેલ રોયલ ઈન્‍ડસ્‍ટ્રીયલ પાર્કમાં કાર્યરત ફાર્મા કંપનીમાં બપોરે ભિષણ આગ લાગી હતી. કંપનીમાં કેમિકલ સોલવન્‍ટ રો-મટેરિયલ હોવાથી આગે પુરી કંપની લપેટમાં લીધી. આગની જાણ પાલિકા અને નોટિફાઈડફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરની ચાર ગાડીઓ ઘટના સ્‍થળે દોડી આવી હતી. એક-દોઢ કલાકની જહેમત બાદ આગ પર ફાયરની ટીમે કાબુ કરી દીધો હતો. ઘટનામાં કંપનીને સારું એવું નુકશાન થયું છે. જોકે કોઈ જાનહાનીનો બનાવ બનવા પામ્‍યો નહોતો.

Related posts

નવસારી જિલ્લામાં યુધ્ધના ધોરણે સર્વેની કામગીરી કરી સહાય/કેશડોલ્સ ચૂકવણી

vartmanpravah

ચીખલીના રાનવેરી કલ્લાથી મળી આવેલ મૃત દીપડીના સાદકપોર નર્સરી ખાતે અગ્નિ સંસ્‍કાર કરાયા

vartmanpravah

વલસાડપારડીમાં પા પા પગલી પ્રોજેક્‍ટ અંતર્ગત જિલ્લા કક્ષાનો ‘‘વાલીઓ સાથે સંવાદોત્‍સવ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી રાતા ભરતનગરમાં રહેઠાણ એરિયામાં આવેલ ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી

vartmanpravah

વલસાડ જિલ્લામાં જુની થયેલી આંબાવાડીના નવીનીકરણ માટે કૃષિ પ્રાયોગિક કેન્દ્ર -બાગાયત ખાતાની પહેલ

vartmanpravah

દાનહઃ સિંદોની સરકારી શાળામાં ‘‘વસંતપંચમી”ની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment