October 12, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડ વિસ્‍તારમાં કાર ચાલકો બેફામ : વધુ ત્રણ ગૌવંશો ઉપર કાર ફરી વળતા ચકચાર

ધરમપુર રોડ મણીબાગ સોસાયટી સામે ઘટેલી ઘટનાથી જીવદયા પ્રેમીઓમાં રોષ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: વલસાડ વિસ્‍તારમાં ગૌવંશો ઉપર કારો ફેરવી કચડી મારવાની ઘટના ગતરોજ માલવણ નજીક ઘટી હતી. ત્‍યાં વધુ એવી ઘટના ધરમપુર રોડ મણીબાગ સોસાયટી સામે ઘટી હતી. બેફામ કાર ચલાવી રહેલ કોઈ ઈસમ રોડ ઉપર બેઠેલ ત્રણ ચાર ગૌવંશને કાર ભટકાવી ફરાર થઈ જતા આજુબાજુના વિસ્‍તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘાયલ ગૌવંશને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.
વલસાડ ધરમપુર રોડ ઉપર મણીબાગ સોસાયટી સામે કોઈ અજાણ્‍યા ઈનોવા કાર ચાલક રસ્‍તા ઉપર બેઠેલા ત્રણ-ચાર ગૌવંશ ઉપર બેફીકરાઈથી કારને ભટકાવી નાસી ગયો હતો. ઘટનાની જાણ લોકોએ અગ્નિવીર ગૌસેનાને કરતા કાર્યકરો ઘટના સ્‍થળે દોડી આવ્‍યા હતા. વેટનરી વાન બોલાવીને ઘાયલ ગૌવંશને દવાખાને સારવાર માટે ખસેડાયેલ. શહેરમાં માલવણની 11 ગૌવંશ મોત અને 8 ઘાયલ થયાની સમાંતર જ એવી જ ઘટના ઘટતા લોકોમાં બેફામ વાહન ચલાવતા લોકો સામે સખ્‍ત કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

Related posts

ચંદ્રપૂર ખાતેથી ચોરાયેલ હાઈવા ટ્રકનો વોન્‍ટેડ ચોરને વાપીથી ઝડપતી એલસીબી પોલીસ

vartmanpravah

ધરમપુર પોલીસે તિસ્‍કરી ચાર રસ્‍તાથી દારૂના જથ્‍થા સાથે બે કાર ઝડપી પાડી

vartmanpravah

વાપી જીઆઈડીસીની કંપનીમાં સીડી ઉપર ચઢી મશીનરી સાફ કરતા ગબડી ગયેલ કામદારનું મોત

vartmanpravah

‘આયુષ્‍યમાન ભવઃ’ અભિયાન અંતર્ગત દાનહના સુરંગી પંચાયતમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

સîઘ­દેશમાં કેટલીક ખાનગી શાળાઓ દ્વારા પસંદગીની દુકાનમાંથી જ પુસ્તકો-સ્ટેશનરી ખરીદવા કરાતું દબાણ

vartmanpravah

કેન્‍દ્ર સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલયના સચિવ અનિલકુમાર ઝાએ ધરમપુરના માલનપાડાની એકલવ્‍ય સ્‍કૂલ અને ટ્રેનિંગ સેન્‍ટરની મુલાકાત લીધી

vartmanpravah

Leave a Comment