Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વાપીમાં સામાજીક અને સરકારી સંસ્‍થાઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાશે

નાણામંત્રી કનુભાઈ દેસાઈના શુભ હસ્‍તેસવારે 8:30 કલાકે ગ્રીન બેલ્‍ટ ઈનોગ્રેશન યોજાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: તા.05 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિન દુનિયા ભરમાં તા.05 જૂનના રોજ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત સોમવારે તા.05 જૂને વાપીમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવશે.
વાપી ઈન્‍ડસ્‍ટ્રીઝ એસો. ગુજરાત પોલ્‍યુશન કન્‍ટ્રોલ બોર્ડ (જી.પી.સી.બી.) જી.આઈ.ડી.સી., નોટિફાઈડ એરીયા ઓથોરીટી (એન.એ.એ.), વાપી ગ્રીન એન્‍વાયરો લી. (વી.જી.સી.એલ.), જેવી સરકારી સામાજીક સંસ્‍થાઓ દ્વારા તા.05 જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવશે. તે મુજબ કે.બી.એસ. કોલેજ વિનંતી નાકા પાસે નાણામંત્રી કનુભાઈ દેસાઈની આગેવાનીમાં સવારે 8:30 કલાકે વિનંતી નાકા સુધીનો ગ્રીન બેલ્‍ટ ઈનોગ્રેશન કાર્યક્રમ યોજાશે. ત્‍યારબાદ સવારે 9:00 કલાકે સી.ઈ.ટી.પી.માં પ્‍લાન્‍ટેશન કાર્યક્રમ યોજાનાર છે. ત્‍યાર પછી આરતી ઈન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા 11:00 કલાકે સલવાવ કેમોશન કેમ્‍પનું આયોજન કરાયું છે. વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીમાં વી.આઈ.એ. દ્વારા ઉદ્યોગપતિઓ, ટ્રેડર્સો દ્વારા આમંત્રણ પાઠવાયું છે. ઉલ્લેખનીય છે કે, જન માનસમાં પર્યાવરણ અંગે જાગૃતતા વધે તે માટે 1972 થી યુનો દ્વારા 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ જાહેર કરાયો તેથી 5 જૂને પર્યાવરણજાગૃતિના કાર્યક્રમ જગતમાં યોજાતા રહે છે.

Related posts

ચીખલીમાં સતાધારી પક્ષના નેતાઓ સાથે સંકલન રાખવામાં નિષ્‍ફળ પીઆઈ-ચૌધરીની દસ મહિનાના ટૂંકા ગાળામાં જ બદલી

vartmanpravah

મતદાન બાદ વલસાડ સ્‍ટ્રોંગ રૂમમાં રખાયેલ ઈ.વી.એમ. ઉપર કોંગ્રેસ-આપના ઉમેદવારો 24 કલાક પહેરો ભરી રહ્યા છે

vartmanpravah

સેલવાસ સ્‍માર્ટસીટી પ્રોજેક્‍ટ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરાયું

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા કર્ણાટક રાજ્‍યનો સ્‍થાપના દિવસ મનાવાયો

vartmanpravah

વાપી ચલા રોયલ લાઈફ સોસાયટીમાં નવનિર્માણ થયેલ શિવજી મંદિરનો ભવ્‍ય પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ સંપન્ન

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનું દમણ એરપોર્ટ ખાતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કરેલું ઉષ્‍માભેર અભિવાદન

vartmanpravah

Leave a Comment