નાણામંત્રી કનુભાઈ દેસાઈના શુભ હસ્તેસવારે 8:30 કલાકે ગ્રીન બેલ્ટ ઈનોગ્રેશન યોજાશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.04: તા.05 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિન દુનિયા ભરમાં તા.05 જૂનના રોજ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત સોમવારે તા.05 જૂને વાપીમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવશે.
વાપી ઈન્ડસ્ટ્રીઝ એસો. ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (જી.પી.સી.બી.) જી.આઈ.ડી.સી., નોટિફાઈડ એરીયા ઓથોરીટી (એન.એ.એ.), વાપી ગ્રીન એન્વાયરો લી. (વી.જી.સી.એલ.), જેવી સરકારી સામાજીક સંસ્થાઓ દ્વારા તા.05 જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવશે. તે મુજબ કે.બી.એસ. કોલેજ વિનંતી નાકા પાસે નાણામંત્રી કનુભાઈ દેસાઈની આગેવાનીમાં સવારે 8:30 કલાકે વિનંતી નાકા સુધીનો ગ્રીન બેલ્ટ ઈનોગ્રેશન કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ સવારે 9:00 કલાકે સી.ઈ.ટી.પી.માં પ્લાન્ટેશન કાર્યક્રમ યોજાનાર છે. ત્યાર પછી આરતી ઈન્ડસ્ટ્રીઝ દ્વારા 11:00 કલાકે સલવાવ કેમોશન કેમ્પનું આયોજન કરાયું છે. વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીમાં વી.આઈ.એ. દ્વારા ઉદ્યોગપતિઓ, ટ્રેડર્સો દ્વારા આમંત્રણ પાઠવાયું છે. ઉલ્લેખનીય છે કે, જન માનસમાં પર્યાવરણ અંગે જાગૃતતા વધે તે માટે 1972 થી યુનો દ્વારા 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ જાહેર કરાયો તેથી 5 જૂને પર્યાવરણજાગૃતિના કાર્યક્રમ જગતમાં યોજાતા રહે છે.