Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના આરોગ્‍ય સચિવ અરૂણ ટી.એ કચીગામ ખાતે સર્વેક્ષણ કામગીરીનું સ્‍થળ ઉપર જઈ કરેલું નિરીક્ષણ: ગામલોકો સાથે વાતચીત કરી સર્વેક્ષણનું સમજાવેલું મહત્‍વ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને પ્રભાવી માર્ગદર્શન હેઠળ 1લી જૂનથી પ્રદેશમાં શરૂ થયેલ વ્‍યાપક પરિવાર આરોગ્‍ય સર્વેક્ષણ 2023ના કાર્યક્રમનું ગ્રાઉન્‍ડ ઝીરો ઉપર નિરીક્ષણ કરવા માટે પ્રદેશના આરોગ્‍ય સચિવ શ્રી અરૂણ ટી.એ શનિવારે સર્વેક્ષણ સ્‍થળની મુલાકાત લીધી હતી.
સંઘપ્રદેશના આરોગ્‍ય સચિવ શ્રી અરૂણ ટી.એ શનિવારે કચીગામના ધોડિયાવાડ ખાતે પહોંચી સર્વેક્ષણ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા-વિચારણાં કરી હતી. તેમણે દરેક સર્વેક્ષણની વર્તમાન સ્‍થિતિની પણ જાણકારી લીધી હતી.
દરમિયાન આરોગ્‍ય સચિવ શ્રી અરૂણ ટી.એ ગામલોકો સાથે પણ ચર્ચા કરતા જણાવ્‍યું હતું કે, સર્વેક્ષણ આપણાં લોકોની જરૂરિયાતને પૂર્ણ કરવાવાળી નીતિઓ અને કાર્યક્રમોના વિકાસ માટે ખુબ જ આવશ્‍યક છે. તેથી આમહત્‍વપૂર્ણ પહેલમાં સક્રિય ભાગીદારી સાથે પ્રશાસનના આ સર્વેક્ષણ અભિયાનને સફળ બનાવવા જોડાવા હાકલ કરી હતી.
આરોગ્‍ય સચિવ શ્રી અરૂણ ટી.એ જણાવ્‍યું હતું કે, આ સર્વેક્ષણના સંદર્ભમાં જો કોઈ માહિતી ફરિયાદ કે વધુ જાણકારીની જરૂરિયાત હોય તો ટોલ ફ્રી નંબર 104 ઉપર સંપર્ક પણ કરી શકે છે. આ મુલાકાતનો ઉદ્દેશ કચીગામ વિસ્‍તારમાં આરોગ્‍ય સર્વેક્ષણની ગુણવત્તાનું નિરીક્ષણ અને સર્વેક્ષણના સુપરવિઝનનું હતું.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન વ્‍યાપક પરિવાર આરોગ્‍ય સર્વેક્ષણ 2023ની સફળતાને સુનિヘતિ કરવા માટે પ્રતિબધ્‍ધ છે. જેનો મુખ્‍ય ઉદ્દેશ સંઘપ્રદેશમાં વિવિધ આરોગ્‍ય સમસ્‍યાની ઓળખ કરી આરોગ્‍ય સેવા લોકો સુધી પહોંચાડવા અને સંઘપ્રદેશની સમગ્ર આરોગ્‍ય સેવા પ્રણાલીથી સંબંધિત ડેટા એકત્રિત કરવાનો છે.

Related posts

વાપીમાં આમ આદમી પાર્ટીનો વેપારી સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો : ભાજપ ઉપર આકરાપ્રહારો

vartmanpravah

ચીખલી તાલુકાના વિવિધ ગામોમાંથી જીયો કંપનીના મોબાઈલ ટાવરો પરથી કેબલો ચોરાયા

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર અને વહીવટી તંત્રના સંયુક્‍ત ઉપક્રમે વિલ્‍સન હિલ પર ખગોળ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ચીખલી-વાંસદા કોંગ્રેસના ધારાસભ્‍ય અનંત પટેલ પર થયેલા હુમલા અંગે ચીખલી કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું

vartmanpravah

સેલવાસ દમણગંગા નદીના પુલ પરથી આધેડે ઝંપલાવ્‍યું

vartmanpravah

ભારત દેશના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકરજી જન્‍મજયંતી નિમિત્તે વલસાડ કલ્‍યાણ બાગ ખાતે પુષ્‍પાંજલિ અર્પણ કરાઈ

vartmanpravah

Leave a Comment