Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના સજની બરડા ગામે હનુમાનજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: ધરમપુર તાલુકાના સજની બરડા ગામે શ્રી હનુમાનજી મંદિર નવનિર્માણ પામ્‍યું છે. જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ ઉજવાય રહ્યો છે.
શ્રી સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ તથા શ્રી સ્‍વામિનારાયણ એજ્‍યુકેશન ટ્રસ્‍ટ ધરમપુર મોટાપોંઢા રામવાડી દ્વારા આયોજિત આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવમાં 21 એપ્રિલથી શરૂ થયેલા આ મહોત્‍સવમાં રવિવારે ભવ્‍ય વરઘોડો નીકળ્‍યો હતો. સાંજે મહાપ્રસાદનું આયોજન થયું હતું અને ત્‍યારબાદ ભજન મંડળી દ્વારા હરીપાઠનું પણ આયોજન થયું હતું.
22 એપ્રિલના રોજ યજ્ઞ કરવામાં આવ્‍યો હતો તેમ જ કથા ઉપરાંત સાંજે મહાપ્રસાદનું આયોજન થયું હતું.
તારીખ 23 એપ્રિલ મંગળવારના રોજ સવારે 9:15 થી 12 યજ્ઞ તેમજ પાર્ટ 15 થી પ્રાણ પ્રતિષ્ઠા વિધિ આરતી તથા પૂર્ણાહુતિ બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાંઆવ્‍યું છે.
આ પ્રસંગે સર્વરોગ નિદાન કેમ્‍પનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં ધરમપુર તાલુકાના વિવિધ ગામોના મોટી સંખ્‍યામાં લોકોએ લાભ લીધો હતો.
સજની બરડા ગામે સંકલ્‍પ સિદ્ધ હનુમાનજી મહારાજનું ભવ્‍ય અને દિવ્‍ય મંદિર પૂજ્‍ય પુરાણી સ્‍વામી કેશવ ચરણદાસજીના આશીર્વાદથી શ્રી સ્‍વામિનારાયણ એજ્‍યુકેશન ટ્રસ્‍ટના પ્રમુખ પૂજ્‍ય હરીવલ્લભ સ્‍વામીજી, તથા શ્રી સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ યુએસએના પ્રમુખ પૂજ્‍ય કપિલ સ્‍વામીજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે.

Related posts

મજીગામ-સમરોલીની હદમાં કાલાખાડી નેશનલ હાઈવે સર્વિસ રોડ પર નાંખેલા આડેધડ કચરા ઢગલાને સમરોલી ગ્રામ પંચાયતે ખસેડયો

vartmanpravah

વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ફિલ્‍ડ ટ્રિપનું આયોજન થયું

vartmanpravah

વ્‍યાજખોરી અંગે સમાજમાં જાગૃતિ લાવવા માટે વાપીમાં પોલીસ લોકદરબાર યોજાયો

vartmanpravah

કૃષિ પ્રાયોગિક કેન્‍દ્ર પરીયા દ્વારા ‘ખેડૂત તાલીમ કમ ટેકનોલોજી નિદર્શન’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ચીખલીના ફડવેલ મુખ્‍ય માર્ગ ઉપર મોટર સાયકલ સવાર વીજ કંપનીના કર્મચારી ઉપર દીપડાએ હુમલો કરતા ચકચાર

vartmanpravah

પિપરિયા પર હુમલો: હિંદુ દેવી દેવતાઓના પૂજન પર નગર હવેલીમાં કાયદા દ્વારા બંધી લાદવામાં આવી હતી

vartmanpravah

Leave a Comment