Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના ટુકવાડા ગામે આદિવાસીઓના પરંપરાગત ભોવાડાની કરાયેલી ઉજવણી

 – સંજય તાડા દ્વારા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: ટુકવાડા ગામે આવેલ સાવરમાળ ફળિયામાં આદિવાસીની પરંપરાગત ભોવાડાની ઉજવણી કરવામાં આવે છે. આ તહેવારમાં 52 દેવી-દેવતાઓના મુગટો સાથે અને મુગટો પહેરીને નાચગાન સાથે ઉજવણી કરવામાં આવે છે. કપરાડાના ટુકવાડા ગામે ઉજવવામાં આવેલ આ તહેવાર ત્રણ દિવસ રાખવામાં આવે છે. સાંજના સમયે 8 વાગે શરૂઆત કરી સવારના 6:00 વાગ્‍યા સુધી આ પ્રોગ્રામ ચાલે છે. સૌપ્રથમ નારાયણદેવ અને પૂજાપાઠ કરે. નારાયણ દેવની પૂજાપાઠ કર્યા બાદ નાના બાળકો દ્વારા શરૂઆત કરવામાં આવે છે. અહીંયા 52 દેવી-દેવતાઓના મુગટ સાથે એક એક કળતિ કરીને સવારે 06:00 વાગ્‍યા સુધી આ પ્રોગ્રામ નિહાળવામાં આવે છે. રાતના સમયે મસાલ સળગાવીને એક એક કળતિ લોકો સમક્ષ રજૂ કરવામાં આવે છે. કળતિઓ જોવા આજુબાજુ ગામના લોકો એમના દર્શન માટે ઉમટી પડતા હોય છે. અહીંના આદિવાસી સમાજના લોકો અનેક બાધાઓ રાખે કે સમાજમાં કોઈ દુઃખ ન આવે સંકટથી બચાવે અને ખેતી જેવા પાકોમાં બરકત થાય અને કેટલીક મહિલાઓ પણ જેમને નીસંતાન હોય તેઓ સંતાન માટે બાધાઓ રાખતા હોય છે. ચોમાસા પહેલા રાખવામાં આવેલ આ ભોવાડાનો તહેવાર ખેતીનો પાક સારો થાય વરસાદ સારો થાય તે માટે અહીંના આદિવાસી સમાજના લોકો ભગવાનને પ્રાર્થના કરતા હોય છે. અહીંયા શંકર ભગવાન, ગણેશજી, રામ-સીતા-લક્ષ્મણ, કળષ્‍ણ ભગવાન જેવા તમામ ભગવાનના મુગટો બનાવી અને એ મુગટો માથામાં પહેરીને એક એક કળતિ કરીને લોકો સમક્ષ રજૂ કરતા હોય છે.

Related posts

સેલવાસ પાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્‍વનિધિ યોજનાના પરિપત્ર વિતરણ કરવામાં આવ્‍યા

vartmanpravah

વાપી કે.બી.એસ. કોલેજમાં દિલ્‍હી-કલકત્તા આઈ.આઈ.એમ. દ્વારા 2 દિવસીય સેમિનારનું આયોજન

vartmanpravah

દાનહ જિલ્લા ન્‍યાયાલયનો ચુકાદો ખાનવેલના રુદાના ગામના બળાત્‍કારના આરોપીને 12વર્ષની કેદ અને રૂા.15 હજારનો દંડ

vartmanpravah

નાગવા દીવ મેઈન રોડ પર ખરાબ રોડના કારણે છકડો રિક્ષા પલ્‍ટી મારતા ચાર લોકો ગંભીર ઘાયલ થયા હતા, જ્‍યારે બીજા બે ને સામાન્‍ય ઈજા થઇ હતી

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પહેલો સંઘપ્રદેશ છે જ્‍યાં સતત વિકાસ લક્ષ્ય (એસડીજી) ઉપર વર્કશોપનું કરાતું આયોજન : નીતિ આયોગના નોડલ ઓફિસર સંયુક્‍તા સમદાર

vartmanpravah

પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાએ દાનહના તિઘરા અને કૌંચા ગામ ખાતેથી શરૂ કર્યો સેલ્‍ફી વિથ લાભાર્થી મહિલા કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment