(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.16
સંઘપ્રદેશ પ્રશાસક શ્રી પ્રફુલ પટેલ, દીવ કલેકટર શ્રીમતી સલોની રાય તથા ફિશરીઝ ઓફિસર સુકર આંજણીના અથાગ પ્રયાસોથી દીવના સ્થાનિક લોકો તથા પર્યટકોને ભારતીય નેવી તથા INS ખૂકરીના ઈતિહાસથી લોકોને અવગત કરાવવાના ઉદ્દેશ્યથી દીવમાં INS ખૂકરી P49ને પ્રદર્શીત કરવામાં આવશે, તેનો ઈતિહાસ જોવામાં આવે તો પાકિસ્તાન સામે બે INS ખૂકરી જહાજો લડાઈ માટે ઉતર્યા હતા, એક મુંબઈ બાજુથી તથા એક વિશાખાપટ્ટનમથી આલડાઈમાં પાકિસ્તાનની સબમરીનને ભારતના યુધ્ધ જહાજ એ તોડી પાડ્યું હતું. આ લડાઈ દરમિયાન પાકિસ્તાન સામે લડતા લડતા મુંબઈના INS ખૂકરીએ જળ સમાધી લીધી હતી તેમાં 176 જેટલા યોધ્ધાઓ શહિદ થયા હતા, જેમની યાદગીરી તથા લોકોની જાણકારી માટે દીવમાં આવેલ પ્રખ્યાત ચક્રતીર્થ બીચ પર INS ખૂકરીની હુબહુ કોપી યુધ્ધ જહાજ બનાવી રાખવામાં આવ્યું છે, જેથી તેમના ઈતિહાસ વિશે લોકો જાણી શકે, ભારત પાકિસ્તાનના આ યુધ્ધ વિશે લોકો વધુ માહિતી મેળવી શકે તેથી દીવ પ્રશાસનએ વધુ એક પહેલ કરી છે દીવના દરીયામા નિષ્ક્રિય યુધ્ધ જહાજ INS ખૂખરી P49 ને મ્યુઝિયમ તરીકે રાખવામાં આવશે, આ INS ખૂકરી ભારતીય નેવી દ્વારા દીવ પ્રશાસનને ભેટ આપવામાં આવી છે, તેમનો મુખ્ય ઉદેશ્ય લોકોને નેવી વિશે વિસ્તૃત માહિતી આપવાનો અને યુધ્ધ દરમિયાનની યાદોને પ્રદર્શીત કરવા તથા તેમના ઈતિહાસની જાણકારી આપવાનો છે, દીવમાં આ યુધ્ધ જહાજ મ્યુઝિયમ તરીકે રાખવામાં આવશે જેની લંબાઈ 92 મીટર અને ઉંચાઈ 10 મીટર છે. આગામી તારીખ 26 જાન્યુઆરીના રોજ આ યુધ્ધ જહાજનું ઉદઘાટન દીવ પ્રશાસક પ્રફુલ પટેલના હસ્તે કરવામાં આવશે, જેનો લાભ દીવના લોકો તથા પર્યટકો પણ લઈ શકશે, હાલ દીવના દરીયામાં આ જહાજનુ આગમન વિશાખાપટ્ટનમથી થઈ ગયું છે, સાથે અગામીઉદ્ધાટનને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે.