June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સોળસુંબાની આંગણવાડી અસલામતઃ પંચાયત તેમજ જવાબદાર વિભાગની લાપરવાહીનું પરિણામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.07: ઉમરગામતાલુકાની સોળસુંબા ગ્રામ પંચાયતનો વિવાદિત વહીવટ ચર્ચાના કેન્‍દ્ર સ્‍થાને છે. ગ્રામસભા કે સામાન્‍ય સભામાં ગ્રામજનો અને ચૂંટાયેલા સભ્‍યો વહીવટ સામે બાયો ચડાવતા જોવા મળી રહ્યા છે. આ મધ્‍યાંતરે વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. સોળસુંબા માહ્યાવંશી વિસ્‍તારમાં કાર્યરત આંગણવાડી બાળકો માટે અસલામત હોવાનું જાણવા મળી રહ્યું છે. આંગણવાડી મકાનનું કલર કામ કરવામાં આવ્‍યું છે પરંતુ તૂટેલા બારી બારણાને રીપેર કરવામાં આવ્‍યા નથી.

આ ઉપરાંત આંગણવાડીને અડીને માર્ગ પસાર થયેલો છે જેના ઉપરથી ભારેખમ વાહનોની સતત અવરજવર જોવા મળે છે. જેના કારણે આંગણવાડીના ફરતે કમ્‍પાઉન્‍ડ વોલ બનાવવાની જરૂર છે. આથી વધુ પંચાયતના વહીવટ સાથે સંકળાયેલા વ્‍યક્‍તિએ આંગણવાડીના મેદાનમાં ભારેખમ વાહનોની પાર્કિંગ વ્‍યવસ્‍થા પણ ગેરકાયદેસર ઉભી કરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. આ તમામ પ્રવૃત્તિ અને આંગણવાડીનું મકાન જોતા અહીં અભ્‍યાસ માટે આવતા તમામ બાળકો અસુરક્ષિત હોવાનું પ્રથમ નજરે જણાવી રહ્યું છે. આ સમસ્‍યાનું નિવારણ માટે આંગણવાડી સંચાલકોએ સોળસુંબા ગ્રામ પંચાયતનું મૌખિક અને લેખિત ધ્‍યાન દોર્યું છે, પરંતુ સમસ્‍યાનું નિવારણ આવી શકયું નથી. જેના ઉપર જવાબદાર વિભાગે ધ્‍યાન આપવાનીજરૂરિયાત જણાઈ રહી છે.

Related posts

ઘેજ બીડના અગ્રણી ખેડૂત ચેતનભાઈ પટેલ શેરડીના પાકમાં ડ્રિપ ઇરીગેશન દ્વારા સૌથી વધુ શેરડીના ઉત્‍પાદન માટે રાજ્‍ય સરકારના મંત્રીના હસ્‍તે એવોર્ડ એનાયત કરી બહુમાન કરવામાં આવ્‍યું

vartmanpravah

વાપી કૌશિક હરીયા ટેકનિકલ સેંટરમાં યોજાયેલો એન.સી.વી.ટી.ના પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ

vartmanpravah

ધરમપુર આવધા ઘાટ રોડ ઉપર રોડ માર્જિનમાં આવેલ ઝાડ સાથે બાઈક ભટકાતા ઉથલપાડાના યુવકનું મોત

vartmanpravah

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ દ્વારા વિદ્યાર્થીઓને ઉચ્ચ કારકિર્દી માટે પ્રોત્સાહિત કરવા ક્રેશ કોર્સનું કરાયેલું આયોજન

vartmanpravah

વાપી વી.આઈ.એ.માં આયુષ્‍માન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો : ટૂંક સમયમાં પી.વી.સી. કાર્ડમાં તબદીલ થશે

vartmanpravah

કપરાડાના કુંભઘાટમાં પતરાં ભરેલી ટ્રક પલટી મારી ગઈ

vartmanpravah

Leave a Comment