September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઘરને તાળું મારી પારડી બાલાખાડીની યુવતી ચાલી ગઈ

શોધખોળ બાદ માતા-પિતાએ પારડી પોલીસ મથકે નોંધાવી ફરિયાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.08: પારડી શહેરમાં ડીસીઓ સ્‍કૂલની બાજુમાં નિલેષભાઈ કિકુંભાઈ પટેલ તેમની પત્‍ની વાસંતીબેન અને 20 વર્ષીય પુત્ર વિવેક અને 21 વર્ષીય દીકરી ભાવિકાબેન સાથે રહે છે. નિલેષભાઈ અને તેમનો પુત્ર અને પત્‍ની નોકરી કરતાં હોય તેવો નોકરી ઉપર ગત તા.6 જૂનના રોજ સવારે ઘરેથી નીકળ્‍યા હતા. ત્‍યારે તેમની 21 વર્ષીય દીકરી ભાવિકાબેન ઘરે એકલી હાજર હતી. તે કોઈ કારણોસર ઘરે તાળું મારી ઘર છોડી લાપતા થઈ હતી. સાંજે નિલેષભાઈ અને તેમના પરિવારના સભ્‍યો નોકરી પરથી આવી ઘર બંધ જોતાં આજુબાજુ તેમની દીકરી ભાવિકાબેનની શોધખોળ હાથ ધરી હતી. સગા સંબંધીઓને ત્‍યાં પણ ભાવિકાબેનની ભાળ ન મળતા ગુરુવારના રોજ પારડી પોલીસ મથકે તેમની દીકરી લાપતા થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે. ભાવિકાબેન વિશે કોઈને કશી માહિતી હોય અથવા તે કશે ધ્‍યાને ચઢે તો પારડી પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

Related posts

દાનહ આદિવાસી વિકાસ સંગઠન દ્વારા ‘વિશ્વ આદિવાસી દિવસ’ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી

vartmanpravah

સ્‍પોર્ટ્‍સ ક્‍લબ ઓફ વાપી ચલામાં આવેલા સ્‍વિમિંગ પૂલ ખાતે બોર્ડના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્‍ક પુલ પાર્ટીનું થયેલું આયોજન

vartmanpravah

દમણ નેહરુ યુવા કેન્‍દ્ર દ્વારા બ્‍લોક લેવલ સ્‍પોર્ટ્‍સ મીટ યોજાઈ

vartmanpravah

વાપીમાં જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડો.આશા ગાંધીનું ચિત્ર પ્રદર્શન યોજાયું

vartmanpravah

વાપી ડુંગરી ફળીયામાં આગનું તાંડવ યથાવત: સતત પાંચમા દિવસે આગ: મેજર કોલ જાહેર

vartmanpravah

દાનહ-સાયલી પંચાયત ખાતે ગ્રામસભા યોજાઈ

vartmanpravah

Leave a Comment