April 28, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણ

દમણવાડાની સરકારી હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં ‘‘ભારતીય ભાષા ઉત્‍સવ”નું થયું સમાપનઃ વિદ્યાર્થીઓને ઈનામો વિતરીત કરાયા

ભારત સરકારના શિક્ષણ મંત્રાલય અને સંઘપ્રદેશ પ્રશાસને ભારતીય ભાષાઓને જીવંત રાખવા શરૂ કરેલા પ્રયાસની દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ મુકેશ ગોસાવીએ કરેલી સરાહના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.11 : 28મી સપ્‍ટેમ્‍બરથી 11મી ડિસેમ્‍બર, 2023 સુધી આયોજીત ‘‘ભારતીય ભાષા ઉત્‍સવ”ના સમાપન સમારંભનું આજે સરકારી હાયર સેકન્‍ડરીસ્‍કૂલ દમણવાડા ખાતે કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, આપણો દેશ ભાષાની બાબતમાં પણ સમૃદ્ધ છે. આપણાં દેશમાં જુદા જુદા 10 હજાર જેટલા લોકો એક ભાષા બોલતા હોય તેટલી કુલ 122 ભાષાઓ છે. તેમણે જણાવ્‍યું હતું કે, દર 12 માઈલે ભાષામાં પરિવર્તન આવે છે. તેમણે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય અને સંઘપ્રદેશ પ્રશાસનના શિક્ષણ વિભાગ દ્વારા ભારતીય ભાષાઓને જીવંત રાખવા શરૂ કરેલા પ્રયાસની સરાહના કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, દમણવાડા જેવી ટચૂકડી ગ્રામ પંચાયતમાં પણ અલગ અલગ ભાષા બોલતી વસાહત આવેલી છે. તેમણે વિદ્યાર્થીઓને આવતા વર્ષે ‘ભાષા દિવસ’ નિમિત્તે આવા વિસ્‍તારની મુલાકાત લેવા પણ આહ્‌વાન કર્યું હતું.
દમણવાડાના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ આવતી કાલે દમણવાડા ગ્રામ પંચાયત ખાતે આવનારી મોદીની ગેરંટીવાળી ગાડીની પણ જાણકારી આપી હતી અને વિવિધ યોજનાઓથી માહિતગાર થવા પણ વિદ્યાર્થીઓને હાકલ કરી હતી.
આ પ્રસંગે દમણવાડા હાયર સેકન્‍ડરી સ્‍કૂલના ઈન્‍ચાર્જ વાઈસ પ્રિન્‍સિપાલ શ્રીમતી પાર્વતીબેન ટંડેલે સ્‍વાગત વક્‍તવ્‍ય આપતાં જણાવ્‍યું હતું કે, આપણી વિવિધતામાં એકતાની સંસ્‍કૃતિ રહી છે. આપણાં દરેકરાજ્‍યોની મોટાભાગે ભાષા અલગ અલગ છે અને આપણી દમણવાડા શાળામાં પણ વિવિધ રાજ્‍યોના વિદ્યાર્થીઓ અભ્‍યાસ કરે છે. તેમની ભાષા અને સંસ્‍કૃતિનો લ્‍હાવો પણ શાળામાં લઈએ છીએ. દિવાળી પણ ઉજવીએ છીએ અને ઓણમ પણ મનાવીએ છીએ. તેમણે દરેક ભારતીય ભાષાની ભવ્‍યતા પણ વર્ણવી હતી.
આ પ્રસંગે વિદ્યાર્થીઓને ઈનામોનું વિતરણ પણ કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં દમણવાડા ગ્રામ પંચાયતના ડેપ્‍યુટી સરપંચ શ્રી મિલન રાયચંદ સહિત કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને રૂપરેખા શિક્ષક શ્રીમતી કાજલબેન દમણિયાએ ખુબ જ સુંદર રીતે સમજાવી હતી.

Related posts

ભારત સરકારના નીતિ આયોગના સભ્‍ય ડો. વી.કે.પોલ અને તેમની ટીમ દાનહના વિકાસથી પણ પ્રભાવિત

vartmanpravah

કપરાડા વિસ્‍તારમાં કમોસમી વરસાદ પડયો: ભર ઉનાળામાં ચોમાસાનો માહોલ છવાયો

vartmanpravah

વાપી તાલુકા પંચાયત નવિન ભવનનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે લોકાર્પણ કરાયું

vartmanpravah

બીઆરસી સેલવાસ દ્વારા વિઝન એનરિચમેન્‍ટ કાર્યક્રમમાં કેન્‍દ્ર શાળા નરોલીમાં વિદ્યાર્થીનીઓને સકારાત્‍મકતા સાથે પોતાના લક્ષ્યોને હાંસલ કરી જીવનને સફળ બનાવવા બતાવેલી ચાવી

vartmanpravah

ફલધરામાં સનાતન ધર્મના સંતો-આગેવાનોની મીટિંગ યોજાઈ

vartmanpravah

દમણમાં યોજાનારી પંચાયતીરાજ પરિષદને યાદગાર બનાવવા માટે પ્રદેશ ભાજપનું મનોમંથન

vartmanpravah

Leave a Comment