November 17, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના પરિયામાં સાંસદ ડો.કે.સી.પટેલના અધ્યક્ષસ્થાને પ્રવેશોત્સવ ઉજવાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13: વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પરીયા હરણ ફળિયા પ્રા. શાળા અને પરીયા વેલવાગડ પ્રા. શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી વલસાડ- ડાંગ જિલ્લાના સાંસદશ્રી ડૉ. કે. સી. પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામના સરપંચ ડિમ્પલબેન, સી.આર.સી. કો-ઓર્ડિનેટર નયન પટેલ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ડૉ. કે. સી. પટેલે જીવનમાં શિક્ષણનું પ્રથમ સોપાન કંડારવા જઈ રહેલા શાળાના ભૂલકાઓને આશીર્વચનો આપ્યા હતા. તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ સરકારી શાળામાં લઈને સફળતાના સોપાનો સર કર્યા હોવાનું જણાવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. અંતે તેમના હસ્તે શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

Related posts

રખોલી ખાતેની મધુબન હોટલમાં કામ કરતા 55 વર્ષિય પુરૂષની બાઈક સ્‍લીપ થતાં સારવાર દરમ્‍યાન થયેલું મોત

vartmanpravah

ચીખલીના રાનવેરી ખુર્દમાં દોઢ વર્ષે પણ આંગણવાડીનું બાંધકામ પૂર્ણ નહીં થતાં નાના ભૂલકાંઓ ઓટલા પર બેસી અભ્‍યાસ કરવા મજબૂર

vartmanpravah

શીતળા સાતમ વ્રત નિમિતે દાનહમાં મહિલાઓએ કરેલી પૂજા-અર્ચના

vartmanpravah

દાનહઃ દશેરા પર્વએ ગલગોટાના ફૂલોમાં વર્તાયેલી મોંઘવારીની અસર

vartmanpravah

વાપી હાઈવે પેપીલોન હોટલ સામે જી.ઈ.બી.ની ડીપીમાં અચાનક આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

દમણઃ ‘જય અંબે થાણાપારડી યુવા મંડળ’ દ્વારા યોજાયેલી ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં દલવાડાની ટીમ ફાઈનલમાં વિજેતા બની

vartmanpravah

Leave a Comment