September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાવાઝોડાની અસર : પશ્ચિમ રેલવેની 67 ટ્રેનો 16 જૂન સુધી રદ્દ કરાઈ

રાજકોટ-અમદાવાદ ડિવિઝનની સુરત આવતી ટ્રેનોને 17 જૂન સુધી અસર થશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: બિપરજોય સાયક્‍લોનના કારણે ટ્રેન વહેવારને પણ મોટી અસર થઈ છે. પશ્ચિમ રેલવેએ 67 જેટલી ટ્રેનો 16 જૂન સુધી રદ્દ કરી છે. તેમજ રાજકોટ-અમદાવાદ ડિવિઝનની સુરત આવતીટ્રેનોને તા.17 જૂન સુધી અસર થશે. મુસાફરો અટવાઈ ના પડે તે માટે પશ્ચિમ રેલવેએ હેલ્‍પ ડેસ્‍ક પણ શરૂ કર્યો છે. તેમજ સોશિયલ મીડિયામાં પણ જણાવવામાં આવી રહેલ છે. જો કે સાયક્‍લોનની અસર એસ.ટી. પર પણ પડી શકે છે પરંતુ હાલ કોઈ મોટી જાહેરાત એસ.ટી. તરફથી કરાઈ નથી. પરિસ્‍થિતિના અભ્‍યાસ બાદ એસ.ટી. નિર્ણય લેશે.
મહત્ત્વની જે ટ્રેનો રદ્દ કરાઈ છે તેમાં પોરબંદર-દાદર વાયા સુરત 19016, તા.12 થી 15 જૂન સુધી, શાલીમાર એક્ષપ્રેસ, પોરબંદર સિકંદરાબાદ, તા.13-14 જૂન માત્ર રાજકોટ સુધી દોડશે. પોરબંદર જશે નહી, તા.12 થી 15 જૂન સુધી બાંદ્રા ટર્મિનસ વેરાવળ એક્‍સપ્રેસ માત્ર રાજકોટ સુધી, ઓખા પણ જશે નહી, તેજ રીતે 12 થી 15 જૂન સુધી મુંબઈ સેન્‍ટ્રલ-ઓખા એક્‍સપ્રેસ માત્ર રાજકોટ સુધી, ગાંધીધામ બાંદ્રા ટર્મિનલ એક્‍સપ્રેસ તા.15-16 જૂને રદ્દ રહેશે.

 

Related posts

ધરમપુર-બામટી સહિત વિવિધ કેરી માર્કેટમાં કેરીની બમ્‍પર આવકથી ભાવો ઘટયા

vartmanpravah

વાત્‍સલ્‍ય સંસ્‍થાના મનોદિવ્‍યાંગ બાળકોને સ્‍કુલબેગ અને બૂટનું વિતરણ કરવામાં આવ્‍યું

vartmanpravah

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત 13થી 15 ઓગસ્‍ટ દરમિયાન દમણ જિલ્લો તિરંગાથી શોભી ઉઠશેઃ જિલ્લા તંત્રએ જડબેસલાક બનાવેલું આયોજન

vartmanpravah

૨૬-વલસાડ મતવિસ્તાર માટે તરણ પ્રકાશ સિંહા (આઇએએસ)ની જનરલ ઓબ્ઝર્વર તરીકે નિમણૂંક

vartmanpravah

વાપીમાં કન્‍ટેનરમાં પાછળથી ટેમ્‍પો ઘૂસી જતા અકસ્‍માત સર્જાયો : ટેમ્‍પો ચાલકનું મોત

vartmanpravah

લોક અદાલતના લાભો ન્‍યાયમૂર્તિ જસ્‍ટીસ બિરેનએ.વૈષ્‍ણવ દ્વારા ‘‘હાજીર હો” કાર્યક્રમના માધ્‍યમથી ઘર બેઠા જાણી શકાશે

vartmanpravah

Leave a Comment