Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કરમખલ-પીપરીયામાં રેસિડેન્‍ટ સ્‍કીમ ચાલુ કરી ફલેટ ધારકોના કરોડો ચાઉ કરનાર બિલ્‍ડરની ધરપકડ

પેમારામ ચૌધરીએ બિકાનેર ઈકો હોમ્‍સ નામની રેસિડેન્‍ટ સ્‍કીમ ચાલું કરી હતી : ફલેટ બુક કરી રૂપિયા ઉછેટી લીધા પણ મકાન આપ્‍યા નહી

 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વાપી પાસે આવેલ કરમખલ-પીપરીયામાં રહેઠાણની સ્‍કીમ ચાલુ કરનાર બિલ્‍ડરે 80 ઉપરાંત લોકોના ફલેટ બુક કરી લાખોની છેતરપીંડી કરી રૂપિયા ચાઉ કરી જનાર બિલ્‍ડર સામે લોકરોષ ભભૂક્‍યો હતો. પોલીસે ફરીયાદ બાદ આરોપી બિલ્‍ડરની ધરપકડ કરી વાપી કોર્ટમાં રજૂ કરવામાં આવેલ ત્‍યારે ફલેટ ધારકોએ કોર્ટ પરિસરમાં હલ્લાબોલ કરી ન્‍યાયની માંગણી કરી હતી.
વાપી નજીક કરમખલમાં બિકાનેર ઈકો હોમ્‍સ નામની રેસિડેન્‍સી સ્‍કીમ પેમારામ માંગીલાલ ચૌધરી 2018માં કાર્યરતકરી હતી. બિલ્‍ડર પેમારામ હાલ રહે.જલાલપોર એરુ ચાર રસ્‍તા એવન સોસા. મૂળ રાજસ્‍થાને લોકોને આકર્ષવા માટે દાદરા ચેકપોસ્‍ટ પલ્‍સ એવન્‍યુમાં ઓફિસ કાર્યરત કરીને ફલેટનું મોર્કેટીંગ શરૂ કરેલું. પ્રારંભમાં બે બિલ્‍ડીંગ બનાવીને ફલેટ ધારકોને ભાડે રહેવા આપેલ તેમજ તમારા ફલેટનો કબજો ટૂંકમાં મળી જશે, બે-ત્રણ વર્ષ પુરા થયા પણ મકાનો નહી મળતા મામલો વધુ ગરમાયો તેથી સુરજીત ગંગટેઈન મોહંતી રહે.સેલવાસ યોગી મિલન સોસાયટીએ 15 ફલેટ બુક કરાવેલા તે પેટે બે ટુકડામાં રોકડા 20.88 કરોડ રૂપિયા બિલ્‍ડર પેમારામને આપેલા પરંતુ મકાન કે રૂપિયા પરત નહી મળતા સુરજીત મોહંતીએ ડુંગરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસે બિલ્‍ડરની ધરપકડ કરી વાપી કોર્ટમાં રજૂ કરાયેલ ત્‍યારે ફલેટ ધારકોએ કોર્ટ પરિસરમાં જ હોબાળો મચાવી ન્‍યાયની માંગણી કરી હતી.

Related posts

સંઘપ્રદેશની પૂર્વ પ્રાથમિક શાળાઓમાં નાના બાળકોએ ઉત્‍સાહ અને ધામધૂમથી ગણેશોત્‍સવની કરેલી ઉજવણી

vartmanpravah

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ દ્વારા વિદ્યાર્થીઓને ઉચ્ચ કારકિર્દી માટે પ્રોત્સાહિત કરવા ક્રેશ કોર્સનું કરાયેલું આયોજન

vartmanpravah

દેગામ મનોવિકાસ સંસ્‍થા દ્વારા વિશ્વ વિકલાંગ ડેની કરાયેલી ઉજવણી

vartmanpravah

26-વલસાડ બેઠક પર ઉમેદવારી પત્ર ભરવાના થયા શ્રીગણેશ : ભાજપ દ્વારા 4 ઉમેદવારી પત્ર ભરાયા

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ, સલવાવ-વાપી દ્વારા 14મા સમુહ લગ્નોત્‍સવનું આયોજન

vartmanpravah

સેલવાસ ગાયત્રી મંદિર ખાતે તર્પણવિધી કરાઈ

vartmanpravah

Leave a Comment