Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

વટાર પ્રાથમિક શાળાના શિક્ષિકા તેજસ્‍વી પટેલની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.17: દર વર્ષે શિક્ષણ વિભાગ ગુજરાત દ્વારા શિક્ષણની ગુણવત્તા સુધારણા સંદર્ભે ઉત્તમ શેક્ષણિક કાર્ય, શાળાકીય સહ અભ્‍યાસીક પ્રવૃતિ, નાવીન્‍ય પૂર્ણ પ્રયોગો અને સામાજિક ક્ષેત્રે ઉત્‍સાહ પૂર્વક સક્રિય યોગદાન બદલ શિક્ષકોની પસંદગી કરી તેમને શિક્ષણ વિભાગ ગુજરાત તરફથી પ્રતિભાશાળી શિક્ષક તરીકેના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે.
વર્ષ 2022-23 ના વર્ષમાં વાપી તાલુકામાં આવેલ તમામ પ્રાથમિક શાળા પૈકી કુલ 7 કેન્‍દ્રમાં વટાર કેન્‍દ્ર શાળામાંથી પ્રતિભાશાળી શિક્ષક તરીકે તેજસ્‍વી ગુલાબભાઈ પટેલની પસંદગી થતા તેમને 15 મી ઓગસ્‍ટ સ્‍વતંત્રતા દિવસે વાપી મામલતદાર કચેરી ખાતે મામલતદાર વાપીના હસ્‍તે પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
તેજસ્‍વીએ શાળા પરિવાર તથા સમગ્ર આદિવાસી સમાજનું ગૌરવ વધારતા તેમને શાળા તથા આદિવાસી સમાજે  અભિનંદન પાઠવ્‍યા હતા. આ કાર્યક્રમમાં વાપીના મામલતદાર, ટીડીઓ, પોલીસ અધિકારીઓ, બીઆરસી તથા બલીઠા પ્રાથમિકશાળાના વિદ્યાર્થીનીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

મોટી દમણની ઝરી પ્રાથમિક/ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં દહીં હાંડી ફોડી જન્‍માષ્‍ટમીની ઉજવણી કરાઈ

vartmanpravah

ચીખલી તાલુકામાં પુર આવ્‍યાને દોઢેક માસ જેટલો સમય વિતવા છતાં ખેડૂતોને કેળ સહિતના પાકોમાં નુક્‍શાનીની સહાય ન ચૂકવાતા નારાજગી ફેલાવા પામી છે

vartmanpravah

આંટિયાવાડના સરપંચ ઉર્વશીબેન જયેશભાઈ પટેલે સાધનહીન પરિવારોના વિદ્યાર્થીઓને આરોગ્‍યલક્ષી કિટનું વિતરણ કરી આપ્‍યો સ્‍વચ્‍છતાનો સંદેશ

vartmanpravah

વાપી જીઆઈડીસીની જય ફાઈન કેમિકલ કંપનીમાં રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

ચીખલી તાલુકાની 395 થી વધુ આંગણવાડીમાં શિક્ષણકાર્ય શરૂ થયું

vartmanpravah

દમણ જિલ્લા કોળી પટેલ સમાજના યુવા નેતા અને આગેવાન સામાજિક કાર્યકર હરિશભાઈ ડી. પટેલે રૂા.1 લાખ 33 હજાર 333નું સમાજને કરેલું માતબર દાન

vartmanpravah

Leave a Comment