December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસ ન.પા.માં સ્‍ટેન્‍ડિંગ કમીટિના ચેરમેનતરીકે પૂર્વ પ્રમુખ રાકેશસિંહ ચૌહાણની નિયુક્‍તિઃ પબ્‍લિક વર્ર્ક્‍સ કમીટિના ચેરમેન તરીકે પૂર્વ ઉપ પ્રમુખ અજયભાઈ દેસાઈની વરણી

  • સેલવાસ ન.પા.માં ચાના કપમાં આવેલું તોફાન શાંતઃ ઘીના ઠામમાં ઘી..?

  • સેલવાસ ન.પા.માં ભાજપને સમર્થન આપવામાં સૌથી મોખરે રહેનારા સુમનભાઈ પટેલની કરાયેલી ઉપેક્ષા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13 : આજે સેલવાસ નગરપાલિકાના અધ્‍યક્ષ શ્રીમતી રજનીબેન શેટ્ટીના નેતૃત્‍વમાં મળેલ કાઉન્‍સિલ બેઠકમાં સ્‍ટેન્‍ડિંગ અને સબ્‍જેક્‍ટ કમીટિનું ગઠન વિના વિઘ્ને પૂર્ણ થવા પામ્‍યું હતું.
સેલવાસ નગરપાલિકામાં ઘીના ઠામમાં ઘી પડી રહેતાં ભાજપ હાઈકમાન્‍ડે પણ હાશકારો અનુભવ્‍યો હતો. જેના પરિણામ સ્‍વરૂપ સેલવાસ નગરપાલિકાના સ્‍ટેન્‍ડિંગ કમીટિના ચેરમેન તરીકે પૂર્વ અધ્‍યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણની નિયુક્‍તિ કરવાની ફરજ પણ પડી હતી.
સેલવાસ નગરપાલિકામાં પાવરફૂલ ગણાતી સ્‍ટેન્‍ડિંગ કમીટિમાં શ્રી રાકેશસિંહ ચૌહાણ ઉપરાંત સેલવાસ ન.પા. અધ્‍યક્ષ શ્રીમતી રજનીબેન શેટ્ટી, ઉપ પ્રમુખ શ્રી કિશનસિંહ પરમાર અને શ્રી અજયભાઈ દેસાઈ તથા શ્રી બકુભાઈ બરફને સમાવવામાં આવ્‍યા છે. પબ્‍લિક વર્ર્ક્‍સ કમીટિના ચેરમેન તરીકે પૂર્વ ઉપ પ્રમુખ શ્રી અજયભાઈ દેસાઈને નિયુક્‍ત કરાયા છે. તેમની સાથે શ્રી હિતેશ પટેલ અને શ્રીમતી મીનાબેનપટેલને સામેલ કરાયા છે. વોટર સપ્‍લાય સિવરેજ અને ડ્રેનેજ કમીટિના ચેરમેનની જવાબદારી ઉપ પ્રમુખ શ્રી કિશનસિંહ પરમારને સુપ્રત કરાઈ છે. આ સમિતિમાં સભ્‍ય તરીકે શ્રીમતી મંજૂલાબેન પટેલ અને શ્રીમતી શીતલબેન પટેલને લેવામાં આવ્‍યા છે.
સેનિટેશન કમીટિના અધ્‍યક્ષ તરીકે શ્રી બકુભાઈ બરફને જવાબદારી સુપ્રત કરાઈ છે. તેમની સાથે શ્રી મનોજ દયાળ અને શ્રી મીનાબેન પટેલને સભ્‍ય તરીકે રાખવામાં આવ્‍યા છે.
લાઈટનિંગ અને બ્‍યુટીફિકેશન કમીટિના ચેરમેન તરીકે સ્‍વયં ન.પા. અધ્‍યક્ષ શ્રીમતી રજનીબેન શેટ્ટી અને સભ્‍ય પદે શ્રીમતી કવિતા સિંહ અને જયશ્રીબેન ભુરકુડને સમાવાયા છે.
અત્રે નોંધનીય છે કે, શ્રીમતી મીનાબેન ભરતભાઈ પટેલ અને શ્રીમતી મીનાબેન દિલીપભાઈ પટેલ તથા શ્રીમતી શીતલ પ્રતિક પટેલ અને શ્રીમતી જયશ્રીબેન મનોજ ભુરકુડ જનતા દળ (યુ)ના પ્રતિક ઉપર ચૂંટાયેલા છે. સેલવાસ નગરપાલિકામાં ભાજપને સમર્થન આપનારા અને સૌથી મોખરે રહેનારા પરંતુ વહીવટમાં વાંધા-વચકા કાઢનારા કાઉન્‍સિલર શ્રી સુમનભાઈ પટેલને કોઈપણ સમિતિમાં નહીં સમાવાતા આヘર્ય ફેલાયું છે.

Related posts

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત દમણઃ કચીગામ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાં ‘બેટી સુરક્ષા-બેટી શિક્ષા’ વિષય ઉપર યોજાયેલો સ્‍વ જાગૃતિ કાર્યક્રમ

vartmanpravah

વાપી પાલિકા ચૂંટણીમાં વોર્ડ નં.7માં આમ આદમી પાર્ટીની જાહેર સભા યોજાઈ

vartmanpravah

બેડપાના પૂર્વ પંચાયત સભ્‍ય રાજેશ જાનુ વાંગડે ભાજપની બાંધેલી કંઠીઃ પૂર્વ સાંસદ સીતારામ ગવળી, હિરાભાઈ પટેલ અને પાવલુસભાઈ વાંગડની રંગ લાવી રહેલી મહેનત

vartmanpravah

કે.બી.એસ. કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્‍સીસ કોલેજ, વાપી ખાતે GST દિવસની ઉજવણી

vartmanpravah

હિંમતનગર ફુડ વિભાગની નામ માત્રની કામગીરી શહેરના ડી માર્ટ અને રિલાયન્‍સ મોલમાંથી શંકાસ્‍પદ સેમ્‍પલ મેળવવામાં આવ્‍યા

vartmanpravah

1989માં મુખ્‍ય સચિવ આર.પી.રાયે કહ્યું હતું: વિકાસ એટલે છેવાડેના વ્‍યક્‍તિથી લઈ ટોચ સુધીના દરેકને ફળવા-ફૂલવાનો મળતો અવસર એટલે શિક્ષણ ઉપર ખાસ ધ્‍યાન

vartmanpravah

Leave a Comment