Vartman Pravah
Breaking Newsગુજરાતદમણવલસાડવાપી

હિંમતનગર ફુડ વિભાગની નામ માત્રની કામગીરી શહેરના ડી માર્ટ અને રિલાયન્‍સ મોલમાંથી શંકાસ્‍પદ સેમ્‍પલ મેળવવામાં આવ્‍યા

ફૂડ એન્‍ડ ડ્રગ્‍સ વિભાગની કામગીરીથી લોકો અસંતુષ્ઠ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
હિંમતનગર, તા.03 : સાબરકાંઠા ફૂડ એન્‍ડ ડ્રગ્‍સ વિભાગ દ્વારા છેલ્લા કેટલાય સમયથી અધિકારીઓ નામ માત્રની કામગીરી કરી રહ્યા છે. જિલ્લામાં ખાણીપીણી અને રેસ્‍ટોરન્‍ટો સહિત ફરસાણ હાઉસમાં ફૂડ વિભાગ દ્વારા નહીવત પ્રમાણમાં રેડ કરવામાં આવે છે ત્‍યારે ફૂડ એન્‍ડ ડ્રગ્‍સ વિભાગ સાબરકાંઠા જિલ્લાની કચેરી દ્વારા હિંમતનગર શહેરના ડી માર્ટ અને રિલાયન્‍સ મોલમાં 10 જેટલા ખાદ્ય ચીજોના સેમ્‍પલ લેવામાં આવ્‍યા હતા. જેમાં ફૂલ ક્રીમ, શ્રીખંડ, મગ, તેલ, અખરોટ, પાપડ, ઘી સહિતની ચીજ વસ્‍તુઓના સેમ્‍પલ મેળવી પરીક્ષણ માટે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ફૂડ એન્‍ડ ડ્રગ્‍સ વિભાગની કામગીરી ઉપર લોકો અસંતોષ દર્શાવી રહ્યા છે. હિંમતનગર શહેરની નામચીન ફરસાણની દુકાન તેમજ હોટલ ઉપર અધિકારીઓ કયારેય તપાસ માટે જતા નથી માત્ર વર્ષ દરમિયાન એક જ વાર સાબરકાંઠા જિલ્લાની તમામ હોટલો અને ફરસાણની દુકાનમાં અધિકારીઓ જતા હોય છે પરંતુકાર્યવાહી માટે નહીં અધિકારીઓ તેમનું કામ પૂર્ણ કરી ત્‍યારબાદ ત્‍યાં કયારેય જતા નથી હોતા ગઈકાલે જ ઈડરમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનની ઘટના બની હતી.
ફૂડ એન્‍ડ ડ્રગ્‍સ વિભાગ દ્વારા જે હોટલ અથવા રેસ્‍ટોરન્‍ટ તેમજ ફરસાણ હાઉસ દ્વારા અધિકારીઓને સાચવવામાં નથી આવતા તેવા કિસ્‍સામાં અધિકારીઓ કાર્યવાહી હાથ ધરતા હોય છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

Related posts

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી યુવા મતદારો: 39 વર્ષથી નીચેના 133381 મતદારો વિશ્વની સૌથી મોટી લોકશાહીના પ્રહરી બનશે

vartmanpravah

ઉમરગામ પાલિકાના પ્રમુખનો તાજમનીષ રાયના શિરે અને ઉપ પ્રમુખ તરીકે જયશ્રીબેન માછી

vartmanpravah

અવસર લોકશાહીનોઃ વલસાડ જિલ્લામાં મતદાન જાગૃત્તિ ફેલાવવા ચૂંટણી તંત્ર દ્વારા અનેકવિધ કાર્યક્રમોની ભરમાર

vartmanpravah

દમણમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

મરવડ કપ કોળી સમાજ ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં પટલારા ચેમ્‍પિયન : રનર્સ અપ દાભેલ દરિયાદિલ ટીમઃ દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે ખાસ ઉપસ્‍થિત રહી ઈનામનું કરેલું વિતરણ

vartmanpravah

ચીખલી સહિત નવસારી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં બાળકો માટે શાળાઓમાં જ મધ્‍યાહ્‌ન ભોજન બનાવવામાં આવે એ માટેની ઉગ્ર માંગ

vartmanpravah

Leave a Comment