September 19, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં બુધવારે દેવકાના ‘નમો પથ’ ઉપર સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં 4000 કરતા વધુ લોકો યોગ સાધના કરશે

સંઘપ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગે કરેલું આયોજનઃ કુશળ યોગ પ્રશિક્ષકો દ્વારા યોગની વિવિધ મુદ્રાઓ અને આસનોનું થનારૂં નિદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.19 : સંઘપ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા 21મી જૂન, 2023ના રોજ સવારે 7:00 વાગ્‍યે ‘નમો પથ’ દેવકા બીચની પાસે આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવશે. નમો પથ ઉપર 4000 કરતા વધુ લોકો યોગ કાર્યક્રમમાં જોડાશે એવો લક્ષ્યાંક છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા 21મી જૂને યોગ દિવસના ઉપલક્ષમાં દેવકા બીચ પાસે ‘નમો પથ’ ખાતે યોજાનારા આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના સમારંભમાં મુખ્‍ય અતિથિ તરીકે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ ઉપસ્‍થિત રહેશે.
યોગ કાર્યક્રમમાં કુશળ યોગ પ્રશિક્ષકો યોગની વિવિધ મુદ્રાઓ અને આસનોની બાબતમાં સમજણ આપશે. દમણમાં 15થી 20 જૂન સુધી યોગને લઈ વિશેષ અભિયાન ચલાવવામાં આવ્‍યું હતું. આ અભિયાન અંતર્ગત વેલનેસ સેન્‍ટર, નર્સિંગ કોલેજ, સ્‍કૂલો સહિત વિવિધ સ્‍થળો ઉપર 5000થી વધુ લોકોનેયોગનું પ્રશિક્ષણ આપી યોગના વિષયમાં જાગૃત કરવામાં આવી રહ્યા છે. આયુષ મંત્રાલય તરફથી આ વખતે ‘હર ઘર, હર આંગણ’ની થીમ રાખવામાં આવી છે.
આ સમારંભમાં સંઘપ્રદેશના વિવિધ કાર્યાલયના અધિકારીઓ, કર્મચારીઓ, આરોગ્‍ય વિભાગ, ઔદ્યોગિક કર્મીઓ, હોટલના મહેમાનો, હાઉસિંગ સોસાયટી, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, જન પ્રતિનિધિઓ અને આમ જનતાની જનભાગીદારીથી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવશે.

Related posts

ડેંગ્‍યુ નિવારણ અભિયાનમાં જનજાગૃતિ કરી રહેલા દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ: દાનહ સ્‍કાઉટ ગાઈડની મુખ્‍ય ભૂમિકા માટે આપવામાં આવેલ તાલીમ

vartmanpravah

ઉદવાડામાં કપડા ખરીદવા ગયેલી પરણિતા ગુમ

vartmanpravah

કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજ યુથ ફેસ્‍ટીવલમાં એથલેટીક્‍સ મીટમાં નવા રેકોર્ડ સાથે ઝળકી

vartmanpravah

આજે મત ગણતરીઃ વલસાડ જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ સજ્જ, સાત ઉમેદવારોનું ભાવિ નક્કી થશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દિલ્‍હી ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ, આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી મનસુખ માંડવિયા તથા રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવ સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

લવાછા દમણગંગા નદીમાં પૂજા કરવા પહેલા નદીમાં નહાવા પડેલ યુવાનનું ડૂબી જતા મોત

vartmanpravah

Leave a Comment