જિલ્લામાં રૂા.14.40 કરોડના કુલ 421 કામો હાથ ધરાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.17: વલસાડના પારડી તાલુકાના ડુંગરી તળાવ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે તા.19-02-2023ના રોજ સવારે 11-00 વાગ્યે ‘સુજલામ સુફલામ જળ અભિયાન-2023′ અંતર્ગત વલસાડ જિલ્લામાં તળાવ ઉંડા કરવાના અને નદી પુનઃ જીવિત કરવાના રૂા.14.40 કરોડના કુલ 421 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કામોમાં રૂા.4.40 કરોડના 71 કામો લોક ભાગીદારીથી, મનરેગા હેઠળ રૂા.20.55 કરોડના 186, ડિપાર્ટમેન્ટલ કામગીરી હેઠળ રૂા.6.88 કરોડના 126, વન વિભાગ ડિપાર્ટમેન્ટલ કામગીરી હેઠળ રૂા.10 કરોડના 33 અને નગરપાલિકા ડિપાર્ટમેન્ટલ કામગીરી હેઠળ રૂા.5.46 લાખના 5 કામો હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, સાંસદશ્રીડૉ.કે.સી.પટેલ, કપરાડા ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી, વલસાડ ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ, ઉમરગામ ધારાસભ્યશ્રી રમણલાલ પાટકર અને ધરમપુર ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.