June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં નવિન બોરિંગનું ચિકણું પાણી ફેલાતા 25 ઉપરાંત વાહન ચાલકો સ્‍લીપ ખાઈ ગયા

સ્‍થાનિક નાગરિકો ટ્રાફિક પોલીસની સેવા બજાવી : ઘાયલ ચાલકોની સારવાર કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વલસાડ શહેરમાં કેરી માર્કેટ સામે ગત સાંજે અજીબોગરીબ ઘટના ઘટી હતી. રોડ ઉપર ફેલાયેલ ચીકણા પાણી અને કાદવ-કીચડને કારણે 25 ઉપરાંત ટુ વ્‍હિલર ચાલકો ફટાફટ સ્‍લીપ ખાઈ ગયેલા. સ્‍થાનિક નાગરિકોએ ટ્રાફિક પોલીસની ભૂમિકા અદા કરી હતી.
વલસાડ કેરી માર્કેટસામે મોગરાવાડી જતા રોડ ઉપર મ્‍યુનિસિપલ સ્‍કૂલ સામે ખાનગી નવિન બોરીંગની કામગીરી થઈ હતી. આ કામગીરીમાં ચીકણું પાણી અને કાદવ-કીચડ રોડ ઉપર ફેલાઈ જવા પામ્‍યો હતો. સાંજના સમયે અંધારામાં અહીથી પસાર થતા 25 ઉપરાંત ટુ વ્‍હિલર ચાલકો સ્‍લીપ ખાઈ ગયા હતા. જેમાં કેટલાક ઈજાગ્રસ્‍ત પણ થયા હતા. આ બાબતે પાલિકાને જાણ પણ કરાઈ હતી. પણ કોઈ ફરક્‍યુ નહોતું. કોઈ વધુ મોટો અણ ઈચ્‍છીત બનાવ ના બને એ માટે સ્‍થાનિક નાગરિકો આગળ આવ્‍યા હતા. ટ્રાફિક પોલીસની ભૂમિકા અદા કરી વાહન વહેવાર નિયંત્રિત કર્યો હતો. તેમજ સ્‍લીપ ખાઈ નીચે પડેલાઓની પ્રાથમિક સારવાર પણ નાગરિકોએ કરી હતી.

Related posts

વાપી ખાતે જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ યોજાયો, ૩૩ કૃતિમાં ૫૩૫ કલાકારોએ ભાગ લીધો

vartmanpravah

માંગવાનું વધ્‍યું ત્‍યાર થી ભક્‍તિ નિસતેજ બની છે : પ્રફુલભાઈ શુક્‍લ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને પરસોત્તમ રૂપાલાની કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દમણ રાજ્‍ય કાનૂની સેવા પ્રાધિકરણ દ્વારા આપવામાં આવતી મફત કાનૂની સેવાઓ બાબતે થઈ રહેલોપ્રચાર

vartmanpravah

દમણઃ મગરવાડા પાવર હાઉસના ઉદ્યાનમાં ‘ઊર્જા સંરક્ષણ દિન’ની ઉજવણી કરી વિભાગે બતાવેલી ઊર્જા બચતની ઈચ્‍છાશક્‍તિ

vartmanpravah

વાપી વલસાડમાં રથયાત્રા પૂર્વે પોલીસ તંત્ર એલર્ટ મોડમાં : આજે રથયાત્રાઓ નિકળશે

vartmanpravah

Leave a Comment