Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નવા રેલવે પુલના મુખ્‍ય બિમ્‍બમાં કોટિંગ વગરના સળીયા વાપરવામાં આવ્‍યા

તાલુકા પંચાયતમાં યોજાયેલ સ્‍વાગત કાર્યક્રમમાં મામલો ઉઠયો :
આ સિવાય વાપીના અન્‍ય મુદ્દા પણ ચર્ચાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: વાપી તાલુકા પંચાયત ભવનમાં ગુરુવારે યોજાયેલ મુખ્‍યમંત્રી સ્‍વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વાપી વિસ્‍તારની સમસ્‍યાઓ અંગે કોંગ્રેસએ અનેક મુદ્દા ઉઠયા હતા. જેમાં મહત્ત્વનો અને ગંભીર મુદ્દો જિલ્લા કોંગ્રેસ સેક્રેટરી ફરહાન બોગાએ રજૂ કર્યો હતો કે વાપીમાં હાલમાં બની રહેલ રેલવે ફલાય ઓવરબ્રિજના મુખ્‍ય બિમ્‍બોમાં કોટીંગ વગરના સળીયા વપરાયા છે.
વાપી તાલુકા પંચાયતમાં કલેક્‍ટર મામલતદાર અને જુદા જુદા વિભાગો-પાલિકાના અધિકારીઓની ઉપસ્‍થિતિમાં ગુરુવારે સ્‍વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ સેક્રેટરી ફરહાન બોગાએ તિવ્ર રજૂઆત કરી હતી કે વાપીના નવા આર.ઓ.બી.ના મુખ્‍ય બિંબમાં કોટિંગ વગરના સળીયા વપરાયા છે.જેમાં ભ્રષ્‍ટાચાર થયાનો તેમનો આક્ષેપ કર્યો હતો. સ્‍વાગત કાર્યક્રમમાં વોર્ડ નં.8ના તૂટેલા રોડ તથા ચલામાં કુદરતી વહેણમાં ઈમારત ઉભી કરી દેવા જેવા મુદ્દા પણ ગાજ્‍યા હતા. ઉલ્લેખનીય છે કે, સ્‍વાગત કાર્યક્રમમાં કોંગ્રેસ કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા. પરંતુ ભાજપની સુચક ગેરહાજરી હતી. સ્‍વાગત કાર્યક્રમમાં રજૂ થયેલ પ્રશ્નોની નોંધ લેવાઈ છે અને જરૂરી પગલા ભરાશે તેવું જાહેર કરવામાં આવ્‍યું છે. ફરહાન બોગાએ કાર્યક્રમમાં એ પણ જણાવ્‍યું હતું કે, મારી ફરિયાદ બાદ કોટિંગ સળીયાનો ઉપયોગ શરૂ કરાયો છે પરંતુ આગળ બની ગયેલા બિંબનું શું તેમાં ભ્રષ્‍ટાચાર થઈ ચૂક્‍યો છે.

Related posts

ભારતીય જનતા પાર્ટી વાપી શહેર અને નોટિફાઈડ મંડળની યોજાઈ કારોબારી બેઠક

vartmanpravah

લાયન્‍સ કલબ ઓફ પારડી પર્લની બોર્ડ તથા જનરલ મીટીંગ યોજાઈ

vartmanpravah

આજેદમણવાડા ગ્રામ પંચાયત ‘આત્‍મ સન્‍માન દિવસ’ ઉજવશે

vartmanpravah

વાપી ઈમરાનનગરમાં પાન મસાલાના વેપારીની બાઈક ઉપરથી માલ ભરેલો 60 હજારનો થેલો તફડાવાયો

vartmanpravah

દાનહમાં 02 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

દિલીપ નગર એસોસિએશન દ્વારા આયોજિત શ્રીમદ્‌ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્‍સવના છઠ્ઠા દિવસે કૃષ્‍ણ-રૂકમણી વિવાહની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment