September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રેલવે સ્‍ટેશનમાં પ્રતિબંધિત 6.30 લાખના 25 પાર્સલ ગુટખાના ઝડપાયા : જથ્‍થો માઉથ ફેસનર નામે બુક થયેલ

દિલ્‍હીથી અબ્‍દુલ સલામના નામે પાર્સલ બુક થયેલા છે : પોલીસ અબ્‍દુલને શોધી રહી છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વાપી રેલવે સ્‍ટેશનમાં પશ્ચિમ એક્‍સપ્રેસ ટ્રેનમાં દિલ્‍હીથી મોકલાવાયેલ પ્રતિબંધિત 6:30 લાખના 25 પાર્સલ ગુટખાનો જથ્‍થો રેલવે પોલીસે ઝડપી પાડયોહતો.

વાપી રેલવે સ્‍ટેશન ઉપર બુધવારે સાંજના જી.આર.પી.ને મળેલી બાતમી આધારે ભારતમાં પ્રતિબંધિત એવા ગુટખાનો જથ્‍થો ઝડપાયો હતો. અબ્‍દુલ સલામ નામના ઈસમને નામે દિલ્‍હીથી પશ્ચિમ એક્‍સપ્રેસ ટ્રેનમાં 25 પાર્સલ માઉથ ફ્રેસનર નામે દિલ્‍હીથી પશ્ચિમ એક્‍સપ્રેસ ટ્રેનમાં 25 પાર્સલ માઉથ ફ્રેસનર નામે મોકલાવાયા હતા. જેની તપાસ થતા પાર્સલમાંથી રૂા.6,30,420 ની કિંમતનો પ્રતિબંધિત ગુટખાનો જથ્‍થો નિકળ્‍યો હતો. પોલીસે આ શંકાસ્‍પદ જથ્‍થાને કબજો લીધો છે. સદર જથ્‍થો વાપીમાં અબ્‍દુલ સલામના નામનો મોકલવામાં આવ્‍યો હતો. પાર્સલમાં રોયલ 1000 અનકી નામના ગુટખાના પેકીંગ હતા. હજુ સુધી પાર્સલ લેવા કોઈ આવેલ નથી તેથી જી.આર.પી.એ. મુદ્દામાલ જપ્ત કરી એફ.એસ.એલ. રીપોર્ટ કરવા સહિતની કામગીરી હાથ ધરી હતી. ગુજરાતમાં ગુટખા ઉપર પ્રતિબંધ છે તેથી સાદી કાથાવાળી સોપારી સાથે તમાકુની પડીકી અલગ વેચાણ થઈ રહી છે. પરંતુ ખાનગી રાહે અસલ ગુટખાનો બેનંબરી વેપલો અંદરખાને ચાલી રહ્યો છે.

Related posts

સંઘપ્રદેશના હાયર અને ટેક્‍નીકલ એજ્‍યુકેશન સચિવનો પદભાર પણ હવે અંકિતા આનંદ સંભાળશે 

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયત દ્વારા આયોજીત જિલ્લા સ્‍તરીય ફૂટબોલ ટુર્નામેન્‍ટમાં ચીખલીપાડાની ટીમ વિજેતા બની

vartmanpravah

દાનહ ચૂંટણી અધિકારીની અધ્‍યક્ષતામાં મતદાર કાર્ડને આધારકાર્ડ સાથે જોડવા સંદર્ભે યોજાયેલી બેઠક

vartmanpravah

દાનહની દૂધની અને કૌંચા પંચાયતોમાં રોજગાર મેળાનું કરાયેલું આયોજન

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આત્‍મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં ‘સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપ’ની બહેનોને ખાદ્ય વસ્‍તુઓ બનાવવાની ત્રિ-દિવસીય તાલીમ શિબિરનો આરંભ

vartmanpravah

ભિલાડથી સુરભીકુમારી ગુમ

vartmanpravah

Leave a Comment