December 2, 2025
Vartman Pravah
Otherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ દ્વારા સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવમાં શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલના માર્ગદર્શન અને શિક્ષકોના સહયોગ દ્વારા વિશ્વ યોગ દિવસના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને આચાર્ય ચંદ્રવદન પટેલ દ્વારા યોગ વિશે માહિતગાર કરી તમામ વિદ્યાર્થીઓને યોગ કરાવવામાં આવ્‍યા હતા. તો વિદ્યાર્થીઓએ પણ ખૂબ જ સરસયોગ કરી પૂરા વાતાવરણને યોગમય બનાવ્‍યું હતું. સાથોસાથ યોગના ફાયદા અંગે કાર્યક્રમમાં વિવિધ ઉદાહરણો આપી યોગનું મહત્‍વ સમજાવ્‍યું હતું તો યોગ કાર્યક્રમના આ અવસર પર તમામ વિદ્યાર્થીઓને મેનેજીંગ ટ્રસ્‍ટી પૂજ્‍ય કપિલ સ્‍વામીજી, ડાયરેક્‍ટર શ્રી હિતેનભાઈ ઉપાધ્‍યાય, ડાયરેક્‍ટર શ્રી ડો. શૈલેષ લુહાર, શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલ તથા શિક્ષકગણો અને શાળાના પરિવાર દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્‍યા હતા.

Related posts

દીવ જિલ્લા ભાજપના અધ્‍યક્ષ બિપીનભાઈ શાહનાં નેતૃત્વ હેઠળ કલેકટર સલોની રાયની દમણ બદલી થતા ભાજપ પરિવારે પાઠવેલી શુભકામના

vartmanpravah

સોળસુંબા પંચાયતે પરવાનગી વગર નિર્માણ થઈ રહેલા બાંધકામ સામે કરેલી લાલ આંખ

vartmanpravah

મહામહિમ રાષ્‍ટ્રપતિનું દમણ આગમનઃ પ્રદેશ માટે બન્‍યા જીવનભરના સંભારણાં

vartmanpravah

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં શૈક્ષણિક પ્રવાસનું આયોજન થયું

vartmanpravah

ચીખલીના રાનવેરી કલ્લાથી મળી આવેલ મૃત દીપડીના સાદકપોર નર્સરી ખાતે અગ્નિ સંસ્‍કાર કરાયા

vartmanpravah

વલસાડ સાંઈલીલા મોલમાં કુટણ ખાનું ચલાવતો વોન્‍ટેડ આરોપી ચાર વર્ષે ઝડપાયો

vartmanpravah

Leave a Comment