(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.11: શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર, સલવાવ સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં રાજ્ય સરકાર દ્વારા ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર અને માન્ય યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટેઅદ્યતન ટેકનોલોજી ધરાવતું ટેબલેટ શિક્ષણ વિભાગના કમિ‘રશ્રી ટેકનીકલ શિક્ષણની કચેરી, ગુજરાત રાજ્યના ઠરાવોમાં દર્શાવ્યા મુજબ વિદ્યાર્થીઓને ટેબલેટ ફાળવણી માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ટેબલેટનું ઓનલાઈન રજીસ્ટ્રેશનની કામગીરી વર્ષ 2017 થી અમલમાં મુકવામાં આવેલ હતા. જે અંતર્ગત તારીખ 10/10/2022 ના રોજ મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય પુરાણી સ્વામી કપિલ જીવનદાસજીના વરદ હસ્તે વિદ્યાર્થીઓને ઈ-ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ સમગ્ર કામગીરી આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રીમતી શેતલ બી. દેસાઈ દ્વારા કરવામાં આવી હતી. જે બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યસ્થાપક પૂજ્ય પૂરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય પૂરાણી સ્વામી કપિલજીવનદાસજી, પૂજ્ય રામ સ્વામીજી, સંસ્થાના ટ્રસ્ટી શ્રી બાબુભાઈ સોડવડીયા તથા અન્ય ટ્રસ્ટીશ્રીઓ, કેમ્પસ એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્પસ એડમીન ડિરેકટર શ્રી હિતેન બી. ઉપાધ્યાય, કોલેજના આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે તેમજ દરેક શાળાના આચાર્યશ્રીઓ શ્રી ચંદ્રવદન પટેલ, શ્રીમતી મીનલ દેસાઈ, શ્રીમતી આશા દામા, શ્રીમતી રીના દેસાઈ, શ્રીમતી દક્ષા પટેલ, શ્રીમતી નીતુ સિંગ અને તમામ સ્ટાફે સૌને અભિનંદન પાઠવ્યા હતા.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2022/10/WhatsApp-Image-2022-10-10-at-10.42.18-AM-960x487.jpeg)