Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીનું ગૌરવ : ટુકવાડા અનાવિલ દંપતિએ વ્‍હાઈટ હાઈસમાં મોદી-બાઈડન સાથે ભોજન લીધું

વિશ્વભરના આંગળીના વેઢે ગણાય એટલા દિગ્‍ગજો
ભોજન સમારોહમાં સામેલ હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: બે દિવસ પહેલાં વડા પ્રધાન અમેરીકાના પ્રવાસે હતા ત્‍યારે અમેરીકાના વ્‍હાઈટ હાઉસમાં ખાસ ખાસ દિગ્‍ગજો માટે ભોજન સમારોહ યોજાયો હતો. આ ભોજન સમારોહમાં પ્રેસિડેન્‍ટ બાઈડન-વડા પ્રધાન નરેન્‍દ્ર મોદી સાથે ચંદ ખાસ ખાસ દિગ્‍ગજોને ભોજન સમારંભમાં આમંત્રણ પાઠવાયા હતા. જેમાં વાપી-ટુકવાડાના અનાવિલ દંપતિને પણ આમંત્રણ મળ્‍યું હતું.
વાપી સહિત વલસાડ જિલ્લા માટે ગૌરવ સમાન બાબત છે. તાજેતરમાં વડા પ્રધાન નરેન્‍દ્ર મોદી અમેરીકાના પ્રવાસમાં હતા ત્‍યારે વ્‍હાઈટ હાઉસ (પ્રેસિડેન્‍ટ કાર્યાલય અને નિવાસ) દ્વારા ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં આંગળીને વેઢે ગણી શકાયતેવી વસ્‍તીઓને નિમંત્રણ પાઠવાયું હતું. જેમાં ગૌરવ સમાન લેખાવી શકાય એવી નોંધપાત્ર હકીકત એ ઉજાગર થઈ છે કે ટુકવાડા(વાપી)ના ભગવાનીયા તરીકે જાણીતા પરિવારના સભ્‍ય રોનક ધનસુખભાઈ દેસાઈ અને તેમના ધર્મપત્‍ની બંસરી દેસાઈ કે જેઓ વર્ષોથી અમેરીકા સ્‍થાયી છે. તેઓ નેશનલ લો એટર્ની તરીકે ડી.સી. રાઈઝીંગ સ્‍ટાર્સ તરીકે માન્‍યતા મળી છે. તેવા ભાગ્‍યશાળી અનાવિલ દંપતિ વ્‍હાઈટ હાઉસમાં વડા પ્રધાન મોદી અને પ્રેસિડેન્‍ટ બાઈડન સાથે ભોજન સમારોહમાં સામેલ થયા હતા.

Related posts

પારડીના ગામડાઓમાંથી પસાર થનાર પાવરગ્રીડની હાઈટેન્શન લાઈન વચ્ચે આવતા ઘરો તથા જમીન માલિકોને નોટીસો દ્વારા સૂચિત કરાયા

vartmanpravah

વાંસદા ખાતે રાજ્‍યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને ‘‘વિશ્વ આદિવાસી દિવસ” ઉજવાયો

vartmanpravah

કુકેરી ગામે રાત્રી દરમ્‍યાન લટાર મારતા બે દીપડાનો વીડિયો વાઈરલ થતાં સ્‍થાનિકોમાં ગભરાટ

vartmanpravah

દમણ જિ.પં.ના નવનિયુક્‍ત પ્રમુખ અને ઉપપ્રમુખે પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

ખરડપાડાના યુવાનનું સારવાર દરમ્‍યાન મોતઃ રિપોર્ટમાં ગળુ દબાવી હત્‍યા કરાઈ હોવાનું સામે આવ્‍યું

vartmanpravah

ચીખલીના કુકેરી સહિતના ગામોમાં ભારતમાલા પ્રોજેક્‍ટ અંતર્ગત: સુરત-નાસિક-અહમદનગર હાઈવેની જમીન સંપાદન માટે ખેડૂતોની વાંધા અરજીઓ સાંભળ્‍યા પૂર્વે જ 7/12 ના ઉતારામાં ફેરફાર નોંધા પાડી દેવાતા ખેડૂતોમાં તંત્ર સામે રોષ

vartmanpravah

Leave a Comment