Vartman Pravah
Breaking Newsદમણ

દમણવાડા ગ્રામ પંચાયતે પારદર્શક વહીવટ અને વિકાસ કામોના સોશિયલ ઓડિટ ઉપર કરેલી ચર્ચા

પંચાયત દ્વારા ગઠિત સલાહકાર સમિતિની ભૂમિકા અંગે પણ પાડવામાં આવેલો પ્રકાશ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 29
દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા આજે સરપંચ શ્રી મુકેશ ગોસાવીના પ્રમુખ પદ હેઠળ ખુલ્લી બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પંચાયતના પારદર્શક વહીવટ અને પંચાયત વિસ્‍તારમાં થતાં વિકાસ કામોના સોશિયલ ઓડિટ વિશે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને પંચાયત દ્વારા ગઠિત સલાહકાર સમિતિની ભૂમિકા અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
ભાઠૈયા ગામના નવયુવાન શ્રી અરૂણભાઈ એફ. પટેલે યુવા શક્‍તિના વિકાસ માટે વિવિધ રૂપરેખાઓ રજૂ કરી હતી. મહિલા આગેવાન શ્રીમતી દિપા એ. પટેલ અને શ્રીમતી દિપીકા ડી. પટેલે મહિલાઓના સશક્‍તિકરણ માટે મહિલાલક્ષી અભિગમ અપનાવવા બદલ દમણવાડા ગ્રામ પંચાયતની પ્રશંસા પણ કરી હતી.
આ કાર્યક્રમમાં ઉપ સરપંચ શ્રી મિલન રાયચંદ પટેલ, સભ્‍ય શ્રી વિષ્‍ણુ બાબુ, એડવોકેટ શ્રી રાજુભાઈ બારી, વડીલશ્રી ઈશ્વરભાઈ રાઠોડ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનો હેતુ સેક્રેટરી શ્રી નિખિલમીટનાએ રજૂ કર્યો હતો.

Related posts

દાનહ અને દમણ-દીવ યુવા અને રમતગમત વિભાગ દ્વારા યોજાયેલ 1પ દિવસીય સમર સ્‍પોર્ટ્‍સ ટ્રેનિંગ કેમ્‍પનું થયેલું સમાપન

vartmanpravah

ચીખલીના કુકેરી ગામની સેવા સહકારી મંડળીમાં વ્‍યવસ્‍થાપક કમિટિના સભ્‍યોની યોજાયેલી ચૂંટણીમાં સહકાર પેનલના તમામ ડિરેક્‍ટરોનો વિજય

vartmanpravah

દાદરા નગર હવેલીમાં અઢી ઇંચથી વધુ વરસાદ પડયો

vartmanpravah

કપરાડા સુખાલાના યુવા પ્રાધ્‍યાપકે આદિવાસી ચેતના વિષય ઉપર પીએચ.ડી. કર્યુ

vartmanpravah

પારડીમાં ઠેર ઠેર વટ સાવિત્રી વ્રતની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહમાં એકપણ કોરોના પોઝિટીવ કેસ નોંધાયો નથી

vartmanpravah

Leave a Comment