October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મોતીવાડા બ્રિજ પાસેથી દારૂ ભરેલ રીક્ષા ઝડપતી વલસાડ એલસીબી

રૂા. 28,975 ના દારૂ સહિત 40 હજારની રિક્ષા મળી કુલ 69,975 નો મુદ્દા માલ સહિત રિક્ષા ડ્રાઈવર અને બે મહિલાની ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.25: વલસાડ એલસીબીને રિક્ષામાં દારૂની હેરાફરી થતી હોવાની બાતમી મળતા તેઓએ મોતીવાડા બ્રિજ ઉતરતા દમણથી પારડી જવાના રોડ પર વોચ ગોઠવી હતી. આ દરમ્‍યાન બાતમી વાળી રીક્ષા નંબર જીજે 15 ટીટી 6563 આવતા એને ટોર્ચ બતાવી ઊભી રાખતા તપાસ દરમ્‍યાન રીક્ષામાં પાછળના ભાગે રેકઝીનના થેલામાં દમણ બનાવટનો વિદેશી દારૂ નંગ 169 કિંમત રૂપિયા 28,975 મળી આવ્‍યો હતો. આમ રૂા.40,000 ની રીક્ષા મળી કુલ રૂા.69,975 ના મુદ્દામાલ સહિત રિક્ષા ડ્રાઈવર દિનેશ કાલિદાસભાઈ હળપતિ રહે.નીલકંઠ લેબોરેટરીની પાછળ પારડી, મમતા ખીમજી માળી રહે.કબ્રસ્‍તાન રોડ હાલાણી કોમ્‍પલેક્ષ વાપી, કુસુમબેન જયેશભાઈ ધો. પટેલ રહે.વેજલપુર આમલી ફળિયા વલસાડની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે

Related posts

વાંસદાના ધારાસભ્‍ય અનંત પટેલની કોંગ્રેસ સ્‍ટાર પ્રચારકોમાં પસંદગી કરાઈ

vartmanpravah

તડગામ ખાતે સરીગામ સીઇટીપી પાઇપલાઇનના મુદ્દે બોલાવેલી બેઠકમાં લેવાયેલા મહત્‍વના નિર્ણયો

vartmanpravah

એક તરફી પ્રેમ પ્રકરણમાં: દહાડમાં સરેઆમ રોડ ઉપર યુવતિની હત્‍યાથી ચકચાર

vartmanpravah

નમો એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટ અને શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલ, સેલવાસ દ્વારા કરાયેલું પ્રશિક્ષણ શિબિરનું આયોજન

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશને મોડી રાતે ટ્રેન અડફેટમાં આવી જતા બે યુવાનોના ઘટના સ્‍થળે મોત

vartmanpravah

દાનહ પોલીસે ઘરફોડ ચોરીના ચાર રીઢા આરોપીઓની કરી ધરપકડ

vartmanpravah

Leave a Comment