September 8, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

નમો એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટ અને શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલ, સેલવાસ દ્વારા કરાયેલું પ્રશિક્ષણ શિબિરનું આયોજન

‘અંડરસ્‍ટેન્‍ડિંગ સ્‍પાઈરોમેટ્રી એન્‍ડ મેનેજમેન્‍ટ ઓફ પીડિયાટ્રીક અસ્‍થમા” વિષય ઉપર મુંબઈના સુપ્રસિદ્ધ બાળરોગ નિષ્‍ણાંત અને પલ્‍મોનોલોજીસ્‍ટ ડો. ઈન્‍દુ ખોસલાએઆપેલું મનનીય માર્ગદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને આરોગ્‍ય વિભાગના સલાહકાર ડો. વી.કે.દાસના માર્ગદર્શનમાં આજે શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલ, સેલવાસના સભાખંડમાં ‘‘અંડરસ્‍ટેન્‍ડિંગ સ્‍પાઈરોમેટ્રી એન્‍ડ મેનેજમેન્‍ટ ઓફ પીડિયાટ્રીક અસ્‍થમા” વિષય ઉપર કન્‍ટિન્‍યુ મેડિકલ એજ્‍યુકેશન(સી.એમ.ઈ.) સત્રનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
સી.એમ.ઈ. સત્રનું આયોજન નમો મેડિકલ એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટ અને શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલ, સેલવાસ દ્વારા મેડિકલ ઓફિસરો, રેસિડેન્‍ટ્‍સ ડોક્‍ટર, ચેસ્‍ટ ફિઝિશિયન ફેકલ્‍ટીના માટે આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ઉપરોક્‍ત શ્રેણીના લગભગ 65 સહભાગીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આ સી.એમ.ઈ. સત્ર માટે મુંબઈના સુપ્રસિદ્ધ બાળરોગ નિષ્‍ણાંત અને પલ્‍મનોલોજીસ્‍ટ ડો. ઈન્‍દુ ખોસલાને આમંત્રિત કરવામાં આવ્‍યા હતા.
આ સી.એમ.ઈ.નો મુખ્‍ય ઉદ્દેશ ડોક્‍ટરોના કૌશલ્‍યને વધારવાનું અને દર્દીઓની ગુણવત્તાપૂર્ણ દેખભાળ અને સેવા પ્રદાન કરવા માટે તથા ડોક્‍ટર અને અધ્‍યાપકોની વચ્‍ચે ‘‘અંડરસ્‍ટેન્‍ડિંગ સ્‍પાઈરોમેટ્રી એન્‍ડ મેનેજમેન્‍ટ ઓફ પીડિયાટ્રીક અસ્‍થમા” વિષય ઉપર સમજ વિકસિત કરવાનો હતો.
અત્રે નોંધનીય છે કે, નમો ઈન્‍સ્‍ટિટયૂટ ઓફમેડિકલ એજ્‍યુકેશન અને રિસર્ચ તથા શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલ, સેલવાસ દ્વારા આ પ્રકારના પ્રશિક્ષણને નિયમિત રૂપે આયોજીત કરવામાં આવે છે, જેથી દર્દીઓને ઉત્‍કૃષ્‍ટ સારવાર ઉપલબ્‍ધ કરાવી શકાય.

Related posts

દાનહ રમત ગમત વિભાગ દ્વારા ઓપન લેવલ સિંગલ અને ડબલ કેરમ સ્‍પધાઈ યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં નીટ યુ.જી. આધારિત મેડિકલ કોર્સની સીટ માટે એડમિશન અને કાઉન્‍સિલિંગ પ્રક્રિયાનો 14 ઓગસ્‍ટથી પ્રારંભ

vartmanpravah

વિજયોત્સવ મનાવવામાં આવ્યો

vartmanpravah

જાયન્ટસ ગ્રુપ ઓફ વલસાડ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષિણક કીટ વિતરણ

vartmanpravah

વાપી એલ.જી. હરિયા સ્‍કૂલની વિદ્યાર્થીનીએ ‘પોસ્‍ટર નિર્માણ’ સ્‍પર્ધામાં પ્રથમ સ્‍થાન મેળવ્‍યું

vartmanpravah

ભારત સરકારના ડાયરેક્‍ટોરેટ ઓફ એન્‍ફોર્સમેન્‍ટ (ઈડી)ના સર્વેમાં દમણમાં સુખા પટેલ અને તેની મંડળીના રહેણાંક-વેપારીક સ્‍થળેથી કરોડોની રોકડ સહિત 100 કરતા વધુ બેનામી સંપત્તિનો થયેલો ઘટસ્‍ફોટ

vartmanpravah

Leave a Comment