Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

છઠ્ઠી રાષ્‍ટ્રીય કેમ્‍પો ચેમ્‍પિયન શિપમાં ગુજરાત રાજ્‍યના વિદ્યાર્થીઓ ઝળકયાં

અભિભાવક અને એથિક સ્‍પોર્ટ્‍સ એન્‍ડ કરાટે એકેડમીના સંસ્‍થાપક શિહાન સંપત રાજ સોલંકીએ સૌને અભિનંદન પાઠવ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.25: ગત તારીખ 17 અને 18 જૂન 2023 દરમ્‍યાન મહારાષ્‍ટ્રનાભાયન્‍દર ખાતે છઠી રાષ્‍ટ્રીય કેમ્‍પો ચેમ્‍પિયનશિપનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમા યુનાઈટેડ કરાટે ઈન્‍સ્‍ટિટયૂટ ઈન્‍ડિયાના 16 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
જેમા ગોલ્‍ડ મેડલ મિસ્‍તી મિષાી અને સમર્થકુમર ઉમેશ વતાર, સિલ્‍વર મેડલ સુદામા કુમાર, નીરજ કુમાર, પ્રથમ બેલડર કમલેશ પાવર, રતિલાલ રોડિય, ભાવેશ કોળી, હેતવી ગજ્જર, બ્રોંઝ મેડલ ધની ભાનુશાલી, હેયાન ભાનુશાલી, દરમ બેલ્‍ડર જેવા વિવિધ બેલ્‍ટ કેટેગરીમાં મેડલ જીતી વલસાડ જિલ્લા તથા સમગ્ર ગુજરાત રાજ્‍યનું નામ રોશન કર્યું.
આ તમામ વિદ્યાર્થીઓ સંસ્‍થાપક શીહાન સુરેશ મિશ્રાના વિશાળ અનુભવ અને સારા તકનિકી જ્ઞાન હેઠળ છેલ્લા ઘણા વર્ષોનો અભ્‍યાસ કરી કોચ વિશાલ મિશ્રા, સંજય પટેલ અને રાગિની પટેલના માર્ગદર્શન હેઠળ અભ્‍યાસ કરી આ ચેમ્‍પિયનશિપમાં ભાગ લઈ સફળતા પ્રાપ્ત કરી હતી.
એમની આ સિદ્ધિ બદલ બધા અભિભાવક અને એથિક સ્‍પોર્ટ્‍સ એન્‍ડ કરાટે એકેડમીના સંસ્‍થાપક શિહાન સંપત રાજ સોલંકી, અધ્‍યક્ષ રાજરત્‍ન વાઘમારે, સચિવ જીતેન્‍દ્ર રાઠોડ વિગેરેનાઓએ તમામ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલ સફળતાને બિરદાવી અને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં આટિયાવાડ પંચાયતમાં યોજાયો જીએસટી કેમ્‍પ

vartmanpravah

નવસારી જિલ્લામાં અસરગ્રસ્ત થયેલા વિસ્તારોમાં વીજ પુરવઠો પુર્વવત કરાયો

vartmanpravah

વલસાડમાં હાઈવે ઉપર કારના રૂફ પર બેસી યુવાનનો જોખમી સ્‍ટંટ કરતો વિડીયો વાયરલ થયો

vartmanpravah

દમણ ન.પા.ના અધ્‍યક્ષ તરીકે અસ્‍પી દમણિયા અને ઉપ પ્રમુખ પદે રશ્‍મિ હળપતિનો બિનહરિફ વિજય

vartmanpravah

દાનહમાં સ્‍વદેશ ફાઉન્‍ડેશન દ્વારા વોર્ડ નંબર 14માં એલઇડી બલ્‍બનું વિતરણ કરાયું

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર ખાડા મુદ્દે યુથ કોંગ્રેસે કરેલા ચક્કાજામ મામલે સાત સામે ફરિયાદ નોંધાઈ

vartmanpravah

Leave a Comment