October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહ ઊંડાણના ગ્રામ્‍ય વિસ્‍તારના મહેશ ગાવિતને ભાજપે ઉમેદવાર બનાવતા વિજેતા બનાવવા થનગનાટ

  • મહેશ ગાવિત આઈ.આર.બી.માં પી.એસ.આઈ.ની નોકરી કરી ચુક્‍યા હોવાથી વહીવટી ક્ષેત્રે કાબેલ, રાજનીતિમાં પારંગત અને સમસ્‍યાના ઉકેલ લાવવા પણ મહારથ ધરાવતા હોવાનો મત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07
દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવાર તરીકે શ્રી મહેશ ગાવિતની વરણી થતાં જિલ્લામાં આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ જોવા મળ્‍યું હતું અને સેલવાસના અટલ ભવન ખાતે કાર્યકરોની મળેલી બેઠકમાં પણ એક અને નેક બની ભાજપના ઉમેદવાર શ્રી મહેશભાઈ ગાવિતને પ્રચંડ બહુમતિથી વિજેતાબનાવવાનો રણટંકાર થયો હતો.
પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, સેલવાસ ન.પા.ના અધ્‍યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણ સહિતના તમામ નેતાઓએ શ્રી મહેશભાઈ ગાવિતને વિજેતા બનાવવાનો સંકલ્‍પ લીધો હતો.
શ્રી મહેશભાઈ ગાવિત દાદરા નગર હવેલીના છેવાડેના વિસ્‍તાર કૌંચાથી પ્રતિનિધિત્‍વ કરી રહ્યા છે. શિક્ષિત તથા રાજકીય અનુભવ પણ ધરાવતા હોવાથી પ્રશાસનિક વહીવટી કામોમાં પણ પોતાની આગવી આવડત ધરાવે છે. જેના કારણે જિલ્લાની નાની મોટી સમસ્‍યાઓ તેઓ સ્‍થાનિક સ્‍તરે જ રજૂઆત કરી ઉકેલ લાવવા સક્ષમ હોવાનું દેખાઈ રહ્યું છે. જેનો લાભ તેમને ચૂંટણીમાં મળશે એવું આકલન પણ વ્‍યક્‍ત થઈ રહ્યું છે.
આજે ભાજપ પ્રભારી શ્રીમતી વિજ્‍યા રહાટકર, પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ, પ્રદેશના સંગઠન મંત્રી શ્રી વિવેક દાઢકર સહિતના નેતાઓએ શુભકામના પાઠવી આ બેઠક પ્રચંડ બહુમતિથી જીતી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને ભેટમાં આપવા નિર્ધાર કર્યો હતો.

Related posts

દાદરા નગર હવેલી ક્રાઈમ બ્રાન્‍ચે ગેરકાયદેસર ઓઈલની હેરાફેરી કરનારાઓને ઝડપી પાડયા

vartmanpravah

દીવની સાઉદવાડી ગ્રામ પંચાયતના સરપંચ સભ્‍યો સહિત બહુમતિ ગામવાસીઓએ બાંધેલી ભાજપની કંઠી

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા’ હેઠળ વલસાડ જિલ્લામાં રેલી, શપથ, વૃક્ષારોપણ અને સફાઈ સહિતના કાર્યક્રમો યોજાયા

vartmanpravah

દાનહના 70મા મુક્‍તિ દિવસની આનંદ અને ઉત્‍સાહથી કરાયેલી ઉજવણી

vartmanpravah

પારડી એન.કે. દેસાઈ કોલેજ દ્વારા મિસ્‍કોસ ઈન્‍ડસ્‍ટ્રીઝ વિઝીટ યોજાઈ

vartmanpravah

વાપીમાં ગાજવીજ સાથે વરસાદ પડતા નવરાત્રીના પ્રારંભમાંજ ખેલૈયાનો મૂડ ઓફ થયો

vartmanpravah

Leave a Comment