October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં પ્રથમ વરસાદે રૌદ્ર સ્‍વરૂપ આણ્‍યું: ઠેર ઠેર રોડ-રસ્‍તાઓ પાણીથી લબાલબ

વાપી, વલસાડ, ધરમપુર, ઉમરગામમાં રોડો ઉપર
પાણી ભરાયાની વ્‍યાપક ફરિયાદો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: વલસાડ જિલ્લામાં વરસાદે સરેરાશ ચોમાસાથી 10 થી 12 દિવસ લેટ વરસાદી એન્‍ટ્રી મારી છે પરંતુ પહેલા જ વરસાદે તેનુ રૌદ્ર સ્‍વરૂપ બતાવી દીધુ છે. હજુ પુરુ ચોમાસું માથા પર છે ત્‍યાં જ પ્રથમ વરસાદે સમગ્ર વલસાડ જિલ્લામાં જનજીવન પ્રભાવિત કરી દીધું છે.
વલસાડ જિલ્લામાં છેલ્લા 48 કલાકથી મેઘરાજાની ધમાધમ બેટીંગ ચાલી રહી છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં એવરેજ 5 થઈ 12 ઈંચ સુધી વરસાદ પડી ગયો છે. પહેલા જ વરસાદે વલસાડ, ધરમપુર, વાપી, ઉમરગામ, સંજાણ જેવા વિસ્‍તારોમાં રોડ ઉપર પાણી ફરી વળતા ટ્રાફિક સમસ્‍યા ઠેર ઠેર ઉદ્દભવી રહી છે. વાપીમાં બલીઠા હાઈવે અને સર્વિસ રોડો તથા રેલ ગરનાળુમાં પાણી ભરાઈ ચુક્‍યુ છે. તેવી જ સ્‍થિતિ વલસાડ, ધરમપુર, ઉમરગામ, સંજાણમાં સર્જાઈ છે. નદી નાળાઓમાં નવા નીર આવી ચૂક્‍યા છે. સમગ્ર જિલ્લાની પાલિકાઓ અને હાઈવે ઓથોરિટી દ્વારા કહેવાતી અને કરાયેલી પ્રિમોન્‍સુન કામગીરી માત્ર કાગળો ઉપર પુરેપુરી બતાવી દેવાઈ છે. પરંતુ વાસ્‍તવિકતા તો જુદી જ છે. તેના પુરાવાપ્રથમ વરસાદે ઠેર ઠેર આપી દીધા છે. હજુ તો ચોમાસાનો પ્રારંભ જ છે ત્‍યાં જ આ નજારો છે તો આગળના દિવસોમાં વરસાદી કઠણાઈ વધશે તે નક્કી જ છે.

Related posts

દાનહના કેટલાક વિસ્‍તારોમાં વાયરલ ફીવર અને ડેંગ્‍યુના કેસોમાં થયેલો વધારો સેલવાસમાં ડેંગ્‍યુની સારવાર લઈ રહેલા યુવાનનું થયું મોત

vartmanpravah

વાપી કરવડ ગામે ભંગારના ગોડાઉનમાં ભિષણ આગ લાગી : ભંગાર ગોડાઉનોમાં આગ લાગવાનો સિલસિલો યથાવત

vartmanpravah

વાપીના ટેલી મીડિયાના આશાસ્‍પદ પત્રકાર આનંદ પટણીનું સુરતમાં હૃદય હુમલાથી અકાળે મોત

vartmanpravah

વાપી છીરી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ દોઢ વર્ષથી પંચાયતમાં ફરક્‍યા સુધ્‍ધા નથી

vartmanpravah

માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામ-રાબડા ખાતે ચૈત્રી નવરાત્રી પર્વની ભવ્‍યાતિભવ્‍ય ઉજવણી કરાશે 

vartmanpravah

દાનહઃ દપાડામાં કંપની સ્ટાફની બસ સાથે મોપેડ અથડાતા ઈજા પામેલ મોપેડચાલક યુવાનનું સારવાર દરમ્યાન મોત

vartmanpravah

Leave a Comment