October 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણમાં આંતર શાળાકીય રમતગમત સ્‍પર્ધાનો થયેલો પ્રારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.12:કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ વહીવટીતંત્રના યુવા બાબતો અને રમતગમત વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્‍સવના ઉપલક્ષમાં કેન્‍દ્રશાસિત પ્રદેશમાં રમતગમતની સંસ્‍કૃતિના વિકાસ માટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ મુજબ અને યુવા બાબતો અને રમતગમત સચિવ શ્રીમતી અંકિતા આનંદ માર્ગદર્શન હેઠળ અને રમતગમત વિભાગના નિર્દેશક શ્રી અરૂણ ગુપ્તાના સહયોગથી દમણમાં જિલ્લા આંતર શાળા રમતગમત સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દમણ જિલ્લાની આંતર શાળાકીય રમત સ્‍પર્ધામાં અન્‍ડર 14, 17, 19 ગર્લ્‍સ અને બોયઝ માટે ખોખો, વોલીબોલ, ક્રિકેટ, કબડ્ડી, ટગ ઓફ વોર(દોરડાખેંચ) સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કોરોના રોગચાળાને કારણે છેલ્લા 3 વર્ષથી આઉટડોર આંતર શાળા રમતગમત સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યુંન હતું. આ દમણ જિલ્લા આંતર શાળાકીય રમતગમત સ્‍પર્ધાના પ્રથમ દિવસે દમણ જિલ્લાની તમામ શાળાના ખેલાડીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.
અત્રે યાદ રહે કે, મોટી દમણ લાઈટ હાઉસ બીચ ઉપર યુવા બાબતો અને રમતગમત વિભાગ દ્વારા બીચ વોલીબોલ ગ્રાઉન્‍ડ બનાવવામાં આવ્‍યું છે અને વિભાગ દ્વારા ખેલાડીઓ અને સામાન્‍ય જનતાને અપીલ કરવામાં આવે છે કે આ બીચ વોલીબોલ મેદાન ઉપર વોલીબોલ સ્‍પર્ધાનો વધુમાં વધુ ખેલાડીઓ અને સામાન્‍ય જનતા આ રમતનો આનંદ લે.
દમણ જિલ્લા આંતર શાળાકીય રમતગમત સ્‍પર્ધાના પ્રથમ દિવસે અંડર 17, 19 છોકરાઓ માટે બીચ વોલીબોલ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેનું પરિણામ નીચે મુજબ છે.
દમણ જિલ્લા આંતર શાળા બીચ વોલીબોલ સ્‍પર્ધા
17 વર્ષથી ઓછી ઉંમરના છોકરાઓ- વિજેતા દિવ્‍ય જયોતિ સ્‍કૂલ ડાભેલ અને રનર્સ અપ સનરાઇઝ ચેમ્‍પ સ્‍કૂલ તથા ત્રીજું સ્‍થાન સાર્વજનિક શાળા દમણ રહી હતી.
જ્‍યારે 19 વર્ષ સુધીના છોકરાઓ- વિજેતા સાર્વજનિક વિદ્યાલય દમણ અને રનર્સ અપ દિવ્‍ય જ્‍યોતિ સ્‍કૂલ, ડાભેલ રહી હતી. જ્‍યારે ત્રીજા સ્‍થાને સનરાઈઝ ચેમ્‍પ સ્‍કૂલ આવી હતી.
દમણ જિલ્લા આંતર શાળા બીચ વોલીબોલ સ્‍પર્ધા અંડર 14, 17 છોકરાઓમાં વિજેતા ખેલાડીઓને મદદનીશ શારીરિક શિક્ષણ અધિકારી શ્રી અક્ષય કોતલવાર, તાલુકા રમતગમતસંયોજક શ્રી દેવરાજસિંહ રાઠોડ, દાનહના રમતગમત સંયોજક શ્રી મહેશ પટેલે ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્ર આપીને પ્રોત્‍સાહિત કર્યા હતા.
આ દમણ જિલ્લા આંતર શાળા સ્‍પર્ધાને સફળ બનાવવા કોચ શ્રી સતીષ ગજ્જર અને વિવિધ શાળાઓના શારીરિક શિક્ષણના શિક્ષકો સહયોગ આપી રહ્યા છે.

Related posts

પારડી જીવદયા ગ્રુપની પ્રશંસનીય કામગીરી: મોડી રાત્રે વલસાડ સુધી જઈ અજગરનું રેસ્‍કયું

vartmanpravah

ચીખલીના રાનવેરી ખુર્દમાં દોઢ વર્ષે પણ આંગણવાડીનું બાંધકામ પૂર્ણ નહીં થતાં નાના ભૂલકાંઓ ઓટલા પર બેસી અભ્‍યાસ કરવા મજબૂર

vartmanpravah

કપરાડા ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ અને ડેપ્‍યુટી સરપંચોઍ વિધિવત કાર્યભાર સંભાળ્‍યો

vartmanpravah

લાંબા સમયથી ભારે વરસાદના કારણે મધુબન ડેમમાંથી 2.5 લાખ ક્‍યુસેક પાણી છોડવાના કારણે 8 લોકો દમણગંગા નદીમાં ફસાયા

vartmanpravah

નહેરુ યુવા કેન્‍દ્ર, વલસાડ દ્વારા ‘કેચ ધ રેઇન’ કાર્યક્રમ અંતર્ગત પાણી સંરક્ષણ અંગે જનજાગૃતિ અભિયાન

vartmanpravah

પ્રદેશ ભાજપ લઘુમતી મોર્ચાના પ્રમુખ શૌકતભાઈ મિઠાણીએ દમણ, દાનહ અને પોતાના વોર્ડ મિટનાવાડ ખાતે પણ ભવ્‍ય રીતે ઉજવેલી ડો.બાબાસાહેબ આંબેડકરની જન્‍મજયંતિ

vartmanpravah

Leave a Comment