બાળકોની જાહેર સલામતિ માટે ડી.ડી.ઓ. દ્વારા લેવાયેલ નિર્ણય
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.05: વલસાડ જિલ્લો અતિવૃષ્ટિનો માર છેલ્લા સપ્તાહથી ઝીલી રહ્યો છે તેથી અનેક ગામોના રસ્તા બંધ થઈ ચૂક્યા છે. નીચા કોઝવે અને પુલો ડૂબી ગયા છે. તેવા ખાસ કરીને ધરમપુર, વલસાડ અને કપરાડા વિસ્તારમાં અતિવૃષ્ટિની અસર વધુ પહોંચી છે તેથી ડી.ડી.ઓ. વલસાડ દ્વારા રવિવારે સાંજે ટ્વીટ કરીને સુચના આપી હતી કે વલસાડ, કપરાડા, ધરમપુર તાલુકાની સ્કૂલ, કોલેજો સોમવારે બંધ રહેશે તે અનુસાર આજે સોમવારે સ્કૂલ, કોલેજો બંધ રહી હતી.
ડી.ડી.ઓ. વલસાડની ટ્વીટ સાંજે જાહેર થઈ હતી તેથી ઉમરગામ, વાપી, પારડી તાલુકામાં પણ ગેરસમજ ફેલાઈ હતી તેથી આ ત્રણેય તાલુકાઓમાં સોમવારે પાંખી હાજરી જોવા મળી હતી. અતિવૃષ્ટિની વાપી, પારડી, ઉમરગામ તાલુકામાં અસર ઓછી જોવા મળતા વહિવટી તંત્રએ આ પ્રમાણે નિર્ણય લીધો હતો.