September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર આસુરા ગામે સાસરે જવા નિકળેલ દંપતિની મોપેડને ઈકોએ ટક્કર મારતા પતિનું મોત

શેરીમાળનો સુભાષ બુઢીયા પટેલ પત્‍ની-પુત્ર સાથે ધરમપુર સાસરી જવા નિકળેલ ત્‍યારે કરુણ અકસ્‍માત સર્જાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: ધરમપુર શેરીમાળ ગામનો યુવાન મોપેડ ઉપર પત્‍ની-પુત્ર સાથે ધરમપુર સાસરી જવા નિકળેલ ત્‍યારે આસુરા ગામે હનુમાન મંદિર પાસે પુરઝડપે આવી રહેલ ઈકો કારના ચાલકે મોપેડને ટક્કર મારી દેતા અકસ્‍માત સર્જાયો હતો.અકસ્‍માતમાં પતિ-પત્‍ની અને પુત્ર નીચે પટકાતા ગંભીર ઈજા થતા તાત્‍કાલિક સાંઈનાથ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયેલા. જ્‍યાં સારવારમાં પતિનું કરુણ મોત નિપજ્‍યું હતું.
કરુણ અકસ્‍માતની પ્રાપ્ત વિગતો મુજબ ધરમપુર શેરીમાળ ગામના રહીશ સુભાષ બુધીયાભાઈ પટેલ ઉ.વ.32 ઘરેથી તેમની મોપેડ નં.જીજે 15 એ.જે. 3675 લઈને ધરમપુર રાજમહેલ રોડ કાશી ફળીયા સાસરી જવા નિકળ્‍યા હતા ત્‍યારે આસુરા ગામે ઈકો કાર નં.જીજે 21 એ.જી. 0789ના ચાલકે ટક્કર મારી દેતા પતિ-પત્‍ની અને પુત્ર અકસ્‍માતમાં નીચે પટકાયા હતા. તાત્‍કાલિક ત્રણેયને ધરમપુર સાંઈનાથ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. જ્‍યાં સારવારમાં પતિ સુભાષનું કરુણ મોત નિપજ્‍યું હતું. અકસ્‍માતને લઈ ગામમાં શોક પથરાઈ જવા પામ્‍યો હતો.

Related posts

ઉમરગામના અચ્‍છારી ખાતે વયોવૃદ્ધ 73 વર્ષની મહિલાની જમીન હડપી લેવા સુરતના ગુંડાઓને અપાયેલી સોપારી

vartmanpravah

આયુષ્‍યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના સાથે જોડાવા માટે એક મહિનો બાકી છે

vartmanpravah

કપરાડા નાસિક રોડ સુથારપાડા નજીક યુવાનોએ શ્રમદાન કરીને રોડના ખાડા પુર્યા : તંત્રને લપડાક

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ગુજરાતના રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતનું દમણના ગવર્નમેન્‍ટ હાઉસ ખાતે કરેલું ઉષ્‍માભર્યું અભિવાદન

vartmanpravah

વાપી બલીઠા હાઈવે પર કાર ચાલકે રેલીંગ તોડી સર્વિસ રોડ પર મોપેડને અડફેટે લેતા ચાલકનું કમકમાટી ભર્યું મોત

vartmanpravah

નાની દમણ દુણેઠા જવાહર નવોદય વિદ્યાલયમાં ધો.6માં પ્રવેશ જોગ: તા. 30મી એપ્રિલ, ર0રરના રોજ પ્રવેશ પરીક્ષા યોજાશે

vartmanpravah

Leave a Comment