Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ પોલીસ દ્વારા 42 લાખના 295 મોબાઈલ રિકવર કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.31
દાદરા નગર હવેલી અને દમણ-દીવ પોલીસ દ્વારા એક વર્ષમાં 295 નંગ મોબાઈલ જેની અંદાજીત કિંમત 42 લાખ રૂપિયા જેને અલગ અલગ રાજ્‍યમાંથી રીકવર કરવામા આવ્‍યા છે.
પોલીસ અધિક્ષક શ્રી હરેશ્વર સ્‍વામી દ્વારા 21 ફેબ્રુઆરી 2021ના રોજ ખોવાયેલા, છીનવાઈ ગયેલ અને ચોરી થયેલ મોબાઈલ ફોનને શોધવા માટે ક્રાઇમ બ્રાન્‍ચ સ્‍પેશિયલ ટીમ આઇટી સેલના પોલીસ અધિકારીઓની એક ટીમ બનાવી હતી. જેઓ દ્વારા મોબાઈલ ફોન શોધવામા સફળતા મળી હતી.
યુટી સાથે અન્‍ય રાજ્‍ય ઉત્તરપ્રદેશ, તામિલનાડુ, બિહાર, ગુજરાત, મધ્‍યપ્રદેશ અને મહારાષ્‍ટ્રમાથી ડીજીટલ સર્વેલન્‍સ અને ગુપ્ત સાધનો દ્વારા કેટલાક કુખ્‍યાત અપરાધી મોબાઈલફોનની ચોરીમા સામેલ જોવા મળ્‍યા હતા. જેઓની ધરપકડ કરવામા આવી હતી. જે મોબાઈલ રીકવર કરવામા આવ્‍યા છે એના જેઓ માલિક છે તેઓને શોધી યોગ્‍ય દસ્‍તાવેજ જમા કરાવ્‍યા બાદ તેઓને મોબાઈલ પોલીસ અધિક્ષક શ્રી હરેશ્વર સ્‍વામી અને એમની ટીમ દ્વારા સુપ્રત કરવામા આવ્‍યા હતા.ડીઆઈજી શ્રી વિક્રમજીત સિંહે કામગીરીની સરાહના કરી ટીમને પુરસ્‍કળત કરવામા આવી હતી.

Related posts

મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશનના ઉપક્રમે વાપીમાં માહ્યાવંશી સમાજના યુવાનો માટે આઈ.એ.એસ., આઈ.પી.એસ. પરીક્ષાના માર્ગદર્શન માટે યોજાઈ શિબિર

vartmanpravah

વલસાડ સરકારી ઈજનેરી કોલેજે રાષ્ટ્રીય કક્ષાએ NIRF Innovation-2023 રેંકીંગમાં મોખરાનું સ્થાન મેળવ્યું

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર, ઇનોવેશન હબ ખાતે ત્રિ દિવસીય ઇનોવેશન ફેસ્ટ-૨૦૨૩ યોજાયો

vartmanpravah

દમણના સોમનાથ વિસ્‍તારમાં 62 વર્ષીય મહિલાની લૂંટ અને હત્‍યાઃ પોલીસે આરોપીની કરી ધરપકડ

vartmanpravah

રક્‍તબીજ અસુરને મારવા મહાકાળીનો અવતાર થયો છે!! : પ્રફુલભાઈ શુક્‍લ

vartmanpravah

દાનહ પેટા ચૂંટણીમાં લોક જનશક્‍તિ પાર્ટીએ ભાજપને કરેલા સમર્થનની જાહેરાતઃ ભાજપની તાકાતમાં વધારો

vartmanpravah

Leave a Comment